Home /News /sport /

IND vs NZ: વિરાટ કોહલીની વિકેટનો Video,પાર્થિવ પટેલ કહ્યું- નોટ આઉટ છે, BCCIએ પૂછ્યું તમે જ નક્કી કરો OUT કે NOT OUT?

IND vs NZ: વિરાટ કોહલીની વિકેટનો Video,પાર્થિવ પટેલ કહ્યું- નોટ આઉટ છે, BCCIએ પૂછ્યું તમે જ નક્કી કરો OUT કે NOT OUT?

IND vs NZ 2nd Test Virat Kohli Wicket video Out or Not Out : બીસીસીઆઈએ પણ તાહકોને પૂછ્યું કે કોહલી આઉટ છે કે નોટઆઉટ હવે તમે જ નક્કી કરો

IND vs NZ 2nd Test Virat Kohli Wicket video : IND vs NZ Virat Kohli Wicket Video: વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં થર્ડ અમ્પાયરે ખોટો આઉટ આપ્યો (Third Umpire Virat Kohli wicket) હોવાનો પ્રતિશોધ

    IND vs NZ Virat Kohli Wicket Video: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે (IND vs NZ Second test Mumbai) ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. વરસાદના કારણે પીચ અને મેદાન ભીનું હોવાથી મેચ મોડી શરૂ થઈ હતી. દરમિયાન ભારતની પ્રથમ બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન તરીકે વિરાટ કોહલી નંબર-4 પર ઉતર્યો હતો. વિરાટ કોહલી ચોથા બોલે જ આઉટ થયો હતો (Virat Kohli Wicket in Today Match Video) જોકે, આ વિકેટ પડ્યા પછી ટ્વીટર પર અને સોશિયલ મીડિયા પર ચાહકો નારાજ છે. વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ અપાયા બાદ પૂર્વ ક્રિકેટર, કલાકારો પણ રોશમાં છે. પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે વિરાટ કોહલી નોટ આઉટ હતો (, Virat Kohli Wicket video Parthiv Patel Tweet). અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કર્યુ છે કે થર્ડ અમ્પાયર છે કે થર્ડ ક્લાસ અમ્પાયર (Virat Kohli Wicket DRS Out or Not Out Paresh Raval slamed Umpire) આ વિવાદે સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો છે.

    મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને શુભમન ગીલે ભારતને ઓપનિંગમાં સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. જોકે, ત્યારબાદ સ્પીનર એઝાઝ પટેલ (Azaz Patel)એ કમાલ દેખાડ્યો હતો. એઝાઝ પટેલે 3 વિકેટ ઉપાડી લીધી હતી. તેણે 28મી ઓવરમાં શુભમનગીલને આઉટ કર્યો. ગીલે 44 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ આગલી જ ઓવરમાં વિરાટ કોહલીને તેણે ચેતેશ્વર પૂજારાને આઉટ કરી દીધો હતો. ત્યારબાદ વિરાટ કોહલીને આઉટ કર્યો હતો (Virat Kohli Wicket)

    વિરાટનો ડીઆરએસ

    વિરાટ કોહલીએ મેદાનમાં અમ્પાયરે આઉટ આપતા ડીઆરએસ લીધો હતો. DRS રિવ્યૂમાં જાણવા મળ્યું કે બૉલ તેના બેટ અને પેડ પર અથડાયો હતો. જોકે, અમ્પાયરથી આ ભૂલ થઈ હ8તી. પરંતુ વાયરલ વીડિયોમાં આ વાત સામે આવી છે. આ વીડિયોમાં બેટમાં કટ લાગેલી જોવા મળે છે. આ ઘટના બાદ ચાહકો સાથે હવે સેલિબ્રેટી પણ નારાજ છે.

    આ પણ વાંચો : IND vs NZ:માથે લટકતી તલવાર હતી એ ખેલાડીએ સદી મારી, જાણો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટના પહેલાં દિવસે શું થયું

    પાર્થિવ પટેલે કહ્યું-નોટઆઉટ, બીસીઆઈએ ચાહકોને પૂછ્યું

    આ વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ ક્રિકેટ પાર્થિવ પટેલે ટ્વીટ કર્યુ હતું કે વિરાટ કોહલીની વિકેટને જોતા સ્પષ્ટ થાય છે કે તે નોટઆઉટ છે. ન્યૂઝીલેન્ડે સારું કમબેક કર્યુ તેમને 'VIRAT' LBWથી સારો ફાયદો થયો છે.





    પરેશ રાવલે પણ ગુસ્સો કાઢ્યો

    પરેશ રાવલે ટ્વીટ કરીને લખ્યું કે આ અમ્પાયરીંગ છે કે થર્ડ ક્લાસ અમ્પાયરીંગ છે આ સાથે જ તેમણે ટ્વીટ પણ કર્યુ હતું.



    આ પણ વાંચો : IPL Retention : IPL 2022માં જોવા મળશે મોટો ફેરબદલ, કે.એલ.રાહુલથી લઈને હાર્દિક જોવા મળશે નવી ટીમમાં

    અન્ય લોકોએ પણ અવાજ ઉઠાવ્યો

    કોહલીની વિકેટ અંગે આરપીસિંહ, આકાશ ચોપરા, સહિતના અન્ય પૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ વિશ્લેષકોએ પણ ટ્વીટ કર્યા હતા અને લખ્યું હતું કે આ ખરાબ અમ્પાયરીંગની નિશાની છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND vs NZ, Out or Not Out, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन