Home /News /sport /

IND vs NZ: ન્યૂઝીલેન્ડનો ભારત સામે ધબડકો, 62 રનમાં ઓલઆઉટ, જાણો કોણે પાડી વધુ વિકેટ

IND vs NZ: ન્યૂઝીલેન્ડનો ભારત સામે ધબડકો, 62 રનમાં ઓલઆઉટ, જાણો કોણે પાડી વધુ વિકેટ

IND vs NZ 2nd Test New Zealand All out in 62 runs : ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ધ્વસ્ત ભારતના બોલરોનો તરખાટ

IND vs NZ 2nd Test Live Score : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો બીજો દિવસ. ભારતની ઈનિંગ પુરી થઈ એની ગણતરીની કલાકમાં ભારતનો પાછો (India Second Inning in IND vs NZ Second Test) દાવ આવી ગયો.

    IND vs NZ 2nd Test Live Score : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈમાં (IND vs NZ 2nd Test Mumbai) અંતિમ ટેસ્ટનો બીજો દિવસ શરૂ થયો હતો. ભારત વતી મયંક અગ્રવાલના (Mayank Agrawal 150 Runs) શાનદાર 150 રનની બદોલત ભારત 325 રનના મુકાબલા પર પહોંચી શક્યું હતું. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી એજાઝ પટેલે (Ajaz Patel 10 Wickets) જોરદાર પ્રદર્શન કર્યુ હતું. એજાઝ પટસલે ભારતની 10 વિકેટે ખેરવી નાખી હતી અને ઈતિહાસ રચ્યો હતો. જોકે, આ મેચમાં બીજો એક ઈતિહાસ રચાયો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થતા જ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ એક પછી પેવેલિયન ભેળા થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગ માત્ર 28.1 ઓવરમાં 62 (Ind vs nz first Inning New Zealand) રનમાં સંકેલાઈ ગઈ હતી.

    ન્યૂઝીલેન્ડની ઈનિંગ : ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં ફક્ત 2 ખેલાડી બે આંકડાનો સ્કરો કરી શક્યા હતા. કાઇલ જેમિસને 17 અને ટોમ લાથમે 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. ભારતને આ ઈનિંગમાં 263 રનની લીડ મળી હતી.

    ભારતના બોલરોનો તરખાટ

    આ ટેસ્ટ મેચની ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગને 62 રનમાં સંકેલી નાખવામાં ભારતના બોલરોનો મોટો ફાળો રહ્યો હતો. ભારત વતી મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલે 2, અશ્વિને 8 ઓવરમાં 4 અને જયંત યાદવે 1 વિકેટ ઝડપી હતી. આમ ભારતના બોલરોએ કિવી ખેલાડીઓને ઘર ભેગા કરી દીધા હતા.

    આ પણ વાંચો : BCCI AGM Match: જય શાહે અઝહરૂદ્દીન સહિત ત્રણની વિકેટ ખેરવી, બે હાર્ટ સર્જરી થઈ હોવા છતાં ગાંગુલીએ મેચ રમી

    ઓપનિંગમાં પૂજારા અને મયંકની એન્ટ્રી

    બીજી ટેસ્ટની ભારતની બીજી ઈનિંગમાં ભારત વતી બેટિંગ કરવા માટે મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા મેદાનમાં ઉતર્યા છે. આ મેચમાં હજુ આજના દિવસ બાદ પણ ત્રણ દિવસની રમત બાકી છે ત્યારે બંને ટીમના ખેલાડીઓ પાસેથી ઉત્તમ રમતના પ્રદર્શનની આશા રાખવામાં આવી છે. આ રમતના પ્રદર્શન પાછળ હવે ભારતના બેટ્સમેનોનો બેટિંગ પર તમામ મદાર રહ્યો છે.

    આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડના આ 'ભારતીય' બોલરે સર્જ્યો ઈતિહાસ, ભારતની 10 વિકેટ ખેરવી, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

    ન્યૂઝીલેન્ડની બેટિંગ

    ન્યૂઝીલેન્ડ વતી ટોમ લાથમે 10, વિલ યંગે 4, ડેરિલ મીચેલે 8, રોસ ટેલરે 1, હેનરી નિકોલસે 7, ટોમ બ્લન્ડવેલે 4, કાઇલ જેમિસને 17, ટોમ સાઉથી 0, વિલિયમ સમરવિલે 0 અને એજાઝ પટેલે 0 રન કર્યા હતા. આમ ન્યૂઝીલેન્ડનો એક પણ ખેલાડી 20 રન બનાવી શક્યો નહોતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन