Home /News /sport /

Cricket: કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં આ 7 બેટ્સમેને મારી હતી ડબલ સદી, જાણો ક્યા દેશના છે ખેલાડીઓ

Cricket: કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં આ 7 બેટ્સમેને મારી હતી ડબલ સદી, જાણો ક્યા દેશના છે ખેલાડીઓ

Batsmen who Scored Double Century in Debut Test : ટેસ્ટ ડેબ્યૂમાં સદી મારનારા આ છે સાત ખેલાડીઓ

Highest Score in Test debut : હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે (IND vs NZ Second Test) ત્યારે અહીં ટેસ્ટમાં ડેબ્યુ કરવાની સાથે જ બેવડી સદી ફટકારનાર ખલાડીઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

  Batsman With Double Century in Debut Test : ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટ (Test cricket format) માં સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડી (Player)ને પરિપક્વ માનવામાં આવે છે. અન્ય ફોર્મેટની સરખામણીએ ટેસ્ટ ફોર્મેટ વધુ જૂનું છે. જેમાં ખેલાડીઓની અગ્નિ પરીક્ષા થતી હોય છે. એમાં પણ ખાસ કરીને નવા સવા ખેલાડી માટે ટેસ્ટમાં ડેબ્યુ (Test debut) કરવા સાથે ખૂબ સારું પ્રદર્શન કરવું મુશ્કેલ હોય છે. પ્રથમ ટેસ્ટમાં જ જોરદાર પ્રદર્શન થયું હોય તેવી ઘટના ઓછા પ્રમાણમાં જોવા મળે છે.  હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે (IND vs NZ Second Test) ત્યારે અહીં ટેસ્ટમાં ડેબ્યુ કરવાની સાથે જ બેવડી સદી ફટકારનાર ખલાડીઓ અંગે જાણકારી આપવામાં આવી છે. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં 200 રન કર્યા હોય તેવા કુલ 7 જ ખેલાડીઓ છે.

  રેજિનાલ્ડ ઇ ફોસ્ટર -Reginald E Foster (287 રન) :   ઇંગ્લેન્ડના રેજિનાલ્ડ ઇ ફોસ્ટરને ટીપ ફોસ્ટર તરીકે પણ ઓળખાવામાં આવે છે. તેઓ ટેસ્ટ ડેબ્યૂમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન હતા. તેમણે 1903માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓ ડેબ્યુ મેચમાં બેવડી સદી કરનાર પ્રથમ બેટ્સમેન હોવા સાથે ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન પણ છે. તેમણે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 287 રન ફટકાર્યા હતા અને તે ટેસ્ટ ઈંગ્લેન્ડે પાંચ વિકેટે ટેસ્ટ જીતી હતી

  લોરેન્સ રોવ  Lawrence Rowe (214 રન) :1972માં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન લોરેન્સ રોવે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂમાં બેવડી સદી ફટકારી હતી. આ મેચ જમૈકાના કિંગસ્ટનમાં રમાઈ હતી. રોવે બીજી ઇનિંગ્સમાં પણ જોરદાર રમત દાખવી હતી અને 100 રનનો સ્કોર કર્યો હતો. આ મેચને ડ્રો કરવા ન્યુઝીલેન્ડ આકરી લડત લડ્યું હતું.

  બ્રેન્ડન કુરુપ્પુ (201 રન - અણનમ) Brendon Kuruppu : આ રેકોર્ડ 1987માં બન્યો હતો. તે સમય શ્રીલંકાની ક્રિકેટ ટીમ હજી ટેસ્ટ ક્રિકેટમાં કઈ ખાસ ઉકાળી શકી નહોતી. ત્યારે ન્યુઝીલેન્ડ સામે કોલંબોમાં રમાયેલી મેચમાં શ્રીલંકાના નવોદિત ખેલાડી બ્રેન્ડન કુરુપ્પુ 548 બોલ રમ્યો હતો અને અણનમ 201 રન કર્યા હતા. તે કુલ 777 મિનિટ સુધી ક્રિઝ પર રહ્યો હતો. જેના કારણે મેચને ડ્રોમાં ખેંચી શકાઈ હતી. આ મેચમાં કુલ બે ઇનિંગ અને 14 વિકેટ જ જોવા મળી હતી.

  આ પણ વાંચો : IND vs NZ: વિરાટ કોહલીની વિકેટનો Video,પાર્થિવ પટેલ કહ્યું- નોટ આઉટ છે, BCCIએ પૂછ્યું તમે જ નક્કી કરો OUT કે NOT OUT?

  મેથ્યુ સિન્કલેર (214 રન) Matthew Sinclair  : 1999-2000માં વેલિંગ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મુકાબલો થયો હતો. બીજી ટેસ્ટમાં નવોદિત સિન્કલેરે 214નો સ્કોર ખડકી દીધો હતો. આ તેની ડેબ્યુ મેચ હતી. આ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની જીત થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ઈનિંગથી હારનો ભોગ બનવું પડ્યું હતું. ન્યુઝીલેન્ડે બે મેચની ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી.

  જેક્સ રુડોલ્ફ (222 રન - અણનમ) Jacques Rudolph  :  સાઉથ આફ્રિકા – બાંગ્લાદેશ ટેસ્ટમાં મોટાભાગે પરિણામે કલ્પી શકાય છે. જોકે, 2003માં આ બંને ટીમો વચ્ચેનો તફાવત ખૂબ વધુ હતો. બાંગ્લાદેશ ટેસ્ટમાં પા પા પગલી કરી રહ્યું હતું. ત્યારે રુડોલ્ફે ડેબ્યૂ મેચમાં 222 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ 470/2ના સ્કોર સાથે પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. આ મેચ ન્યુઝીલેન્ડે એક ઈનિંગ અને 60 રનથી જીતી લીધી હતી.

  કાયલ મેયર્સ  Kyle Mayers (210 રન - અણનમ) : ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન સમયાંતરે સુધાર્યું હતું. તેઓ ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે વેસ્ટઇન્ડિઝ બાંગ્લાદેશના પ્રવાસે ગયું હતું. જ્યાં બાંગ્લાદેશ વેસ્ટઇન્ડિઝને હરાવી દે તેવી સ્થિતિ હતી. જોકે, પ્રથમ ટેસ્ટમાં કાયલ મેયર્સે જોરદાર ઈનિંગ રમી હતી. 395 રનનો પીછો કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક સમયે 59/3નો હતો. પરંતુ મેયર્સે બેવડી સદી બનાવી ખેલ પલટી નાખ્યો હતો.

  આ પણ વાંચો :  IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

  ડેવોન કોન્વે (200 રન) Devon Conway : ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોન્વેએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં ડેબ્યૂ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. આ મેદાન પર ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોન્વેએ 347 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 200 રન ફટકાર્યા હતા. તેણે રણજીત સિંહજીનો 125 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IND vs NZ, Test Match

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन