Home /News /sport /Ajaz Patel: ભારતની 14 વિકેટ લેનાર એજાઝ પટેલનો Viral Video,હજુ પણ વતન ભરૂચની જ બોલી બોલે છે ખેલાડી

Ajaz Patel: ભારતની 14 વિકેટ લેનાર એજાઝ પટેલનો Viral Video,હજુ પણ વતન ભરૂચની જ બોલી બોલે છે ખેલાડી

Ajaz Patel viral Video : એજાઝ પટેલનો વાયરલ વીડિયો જુઓ શું કહ્યું ખેલાડીએ વતન ભરૂચ અને પરિવાર વિશે

Ajaz Patel Video: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાલ ભારત-ન્યૂઝીલેન્ડની (IND vs NZ Second Test) બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ વિનીંગમાં તમામ 10 વિકેટ અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપનાર એજાઝ પટેલ મૂળ ભરૂચનો જુઓ વીડિયો

Ajaz Patel Viral Video: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં ભારતની તમામ (IND vs NZ Second Test Ajaz Patel Picks 10 wickets) 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જનાર ખેલાડી એજાઝ પટેલ ગુજરાતી છે. એજાઝ પટેલનું પૈતૃક ગામ ભરૂચનું કંથારિયા છે (Ajaz Patel Paternal Home Kanthariya Bharuch) જોકે, એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. ન્યૂઝીલેન્ડમાં 2.5 દાયકા વિતાવી નાખવા છતાં એજાઝ પટેલ ભરૂચની અસલ દેશી બોલે છે. એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં 10 અને બીજી ઈનિંગમાં 14 વિકેટ લીધી ત્યારે તેનો એક વીડિયો વાયરલ થયો (ajaz Patel Viral Video ) છે. એજાઝને આ વીડિયોમાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તેના પરિવાર સાથેના સંબંધો જણાવે છે અને પોતે ક્યારે ન્યૂઝીલેન્ડ આવ્યો વગેરે સવાલો પૂછે છે.

ભરૂચના કંથારિયાનો પરિવાર : એજાઝ વીડિયોમાં કહે છે કે 'ભરૂચના કંથારિયાના વતની છે. દાદી કાપડિયા પરિવાર છે. હું બોમ્બે બોર્ન છું. ઓકલેન્ડમાં ઘણી ફેમિલી છે. હું કંથારિયા અને ટંકારિયા ગયો છું. સામે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ ઈન્ગલેન્ડ રહેતી હોય તેવી શક્યતા છે કારણ કે તે એજાઝને તેમનો પરિવાર ઈન્ગલેન્ડ આવ્યો હતો તેની યાદગીરી અપાવે છે. એજાઝે 10 વિકેટ ઝડપ્યા બાદ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :   IND vs NZ: વિરાટ કોહલીની વિકેટનો Video,પાર્થિવ પટેલ કહ્યું- નોટ આઉટ છે, BCCIએ પૂછ્યું તમે જ નક્કી કરો OUT કે NOT OUT?

એજાઝનો પરિવાર 1996માં ન્યૂઝીલેન્ડ સ્થાયી થયો

એજાઝનો પરિવાર મુંબઈમાં જોગેશ્વરી વિસ્તારમાં રહેતો હતો. તેમનું હજુ એક ઘર પણ છે. એજાઝના પિતા ઈલેક્ટ્રોનિકસ્ સેલ્સ અને સર્વિસનો બિઝનેસ ચલાવતા હતા. વર્ષ 1996માં એજાઝનો પરિવાર ન્યૂઝીલેન્ડ સ્થાયી થયો હતો. એજાઝ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો ત્યારે તેની ઉંમર 8 વર્ષી હતી.

આ પણ વાંચો :  Ajaz Patel: ટેસ્ટમાં એક જ ઈનિંગમાં 10 વિકેટ, એજાઝનો રેકોર્ડ કુંબલે-લેકરથી આવી રીતે છે અલગ
" isDesktop="true" id="1157885" >

એજાઝની સિદ્ધી ખાસ

એજાઝ પટેલે ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મુંબઈના વાનખેડે મેદાનમાં પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ મેળવી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, ઋદ્ઘીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી. અગાઉ કુંબલે અને જીમ લેકર આ પરાક્રમ કરી ચુક્યા હતા પરંતુ ટેસ્ટ ક્રિકેટની પહેલી ઈનિંગમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ એજાઝ પટેલના નામે જશે.
First published:

Tags: Ajaz Patel, Cricket News in Gujarati, IND vs NZ