Home /News /sport /IND vs NZ: સૂર્યકુમાર યાદવનો કોહરામ, યુવરાજ સિંહનો આ રેકોર્ડ તોડ્યો

IND vs NZ: સૂર્યકુમાર યાદવનો કોહરામ, યુવરાજ સિંહનો આ રેકોર્ડ તોડ્યો

સૂર્યકુમાર યાદવનો કોહરામ

Suryakumar yadav Yuvraj Singh: બીજી T20માં સૂર્યકુમાર યાદવે 49 બોલમાં સદી ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. સૂર્યાએ પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ 217ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. સૂર્યા સિવાય કિશને 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી.

વધુ જુઓ ...
    Suryakumar yadav Yuvraj Singh: બીજી T20માં સૂર્યકુમાર યાદવે 49 બોલમાં સદી ફટકારીને ધૂમ મચાવી દીધી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાની આ બીજી સદી છે. તમને જણાવી દઈએ કે, તેની સદીની ઈનિંગ્સ સિવાય આ બેટ્સમેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૂર્યાએ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા મારનારની યાદીમાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. યુવીએ પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં 74 સિક્સર ફટકારી હતી. આ સાથે જ હવે સૂર્યાના નામે 79 સિક્સર થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ સમયે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં કુલ 182 સિક્સર ફટકારી છે.

    સૂર્યાએ પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ 217ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. સૂર્યા સિવાય કિશને 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો:   ઇંગ્લેન્ડ સામે ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ પહેલા બેટિંગ કોચ સૂર્યકુમાર યાદવથી ડર્યા, કહ્યુ- સસ્તામાં આઉટ થઇ જાય

    આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, કિવી ટીમના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવી બોલર ટિમ સાઉથીએ 20મી ઓવરમાં સતત 3 બોલમાં 3 વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂરી કરી હતી, પરંતુ સૂર્યાએ મેચની આખી મહેફિલ છીનવી લીધી હતી.

    જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ મેચમાં આક્રમક રમત રમી હતી. સૂર્યકુમાર જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 87/2 હતો. ભારતે 14 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે તેને હાર્દિક પંડ્યા (18) સાથે મળીને પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી, સૂર્યકુમાર યાદવે આક્રમક રમત રમતા માત્ર 25 બોલમાં 6 ફોર અને ચાર સિક્સરની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે એવા એવા શોટ્સ ફટકાર્યા હતા જેનાથી દરેક કોઇ ચોકી ગયુ હતુ.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Indian Cricket, Suryakumar yadav, Yuvraj singh

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन