Home /News /sport /IND vs NAM: નામિબિયા સામે ભારત આસાન જીત, કેપ્ટન તરીકે છેલ્લી મેચમાં કોહલીનો વિજય
IND vs NAM: નામિબિયા સામે ભારત આસાન જીત, કેપ્ટન તરીકે છેલ્લી મેચમાં કોહલીનો વિજય
ભારતની નામિબિયા સામે વર્લ્ડકપમાં અંતિમ મેચ સાથે સફર પૂર્ણ
IND vs NAM: ભારતે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરી હતી. જેમાં અંતિમ મેચમાં નામિબિયાને 9 વિકેટે હરાવ્યું હતું. વિરાટ કોહલીએ ટી-20માં કેપ્ટન તરીકે અંતિમ મેચમાં વિજય મેળવ્યો છે.
IND vs NAM: આજે ટી-20 વર્લ્ડકપમાં સુપર-12 મુકાબલામાં ભારતની નામિબિય સામે (IND vs NAM T20 worldcup Match) મેચ યોજાઈ. ભારત માટે આ મેચનું ખાસ મહત્ત્વ નહોતું કારણ કે, ભારત પહેલાંથી જ વર્લ્ડકપની આગામી મેચોમાંથી બહાર નીકળી ગયું છે. આજની મેચ ટી-20માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પણ અંતિમ મેચ હતી જ્યારે રવિ શાસ્ત્રીની (Shahtrai Kohli Final Match) કોચ તરીકે અંતિમ ટુર્નામેન્ટ હતી. આ મેચમાં જીત મેળવીને ભારતની ટી-20 વર્લ્ડ કપમાંથી વિદાઈ થઈ છે. આ ટુર્નામેન્ટ બાદ ભારતને નવા કેપ્ટન મળશે જ્યારે કોચ તરીકે દ્રવિડ આવી ગયા છે. ભારતને નામિબિયાએ 133 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતા ભારત સરળતાતી જીતી જવાની સ્થિતિમાં હતું. જોકે, આ ટુર્નામેન્ટ બાદ ભારતની નજર આગામી (Upcoming Tournaments of Team india) ટુર્નામેન્ટો પર રહેશે જેમાં દ્રવિડ નવા કેપ્ટન સાથે જીતવાનો પ્રયાસ કરશે.
અંતિમ મેચમાં નામિબિયાને 9 વિકેટે હરાવ્યું. નામિબિયાએ ભારતને જીતવા માટે 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને કેએલ રાહુલ સાથે 86 રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી હતી. રાહુલે વિજયી બાઉન્ડ્રી ફટકારી અને 36 બોલમાં 54 રન બનાવીને અણનમ પરત ફર્યો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પણ 3-3 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસથી શરૂઆત : ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની થોડા સમયમાં જ જાહેરાત થશે. વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હોવાથી T-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવા માટે પસંદગીકારોની બેઠક મળશે. ભારતીય ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમમાં 2021-22ની ઘણી સિરીઝ અને એપ્રિલથી મેની સંભવિત IPLનો સમાવેશ થાય છે.
નવેમ્બર 2021થી જુલાઈ 2022 વચ્ચે 6 સિરીઝમાં 6 ટેસ્ટ, 9 વન ડે અને 21 ટી-20
ટીમ ઇન્ડિયા નવેમ્બર 2021થી જુલાઈ 2022 વચ્ચે 6 સિરીઝમાં 6 ટેસ્ટ, 9 વન ડે અને 21 ટી-20 ઈન્ટરનેશનલ રમવાની છે. જેમાં 2 સિરીઝ બહાર અને 4 સિરીઝ ઘરઆંગણે રમાશે. ભારત આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની યજમાની કરશે. ત્યારબાદની સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેને મેચમાં ભારત મહેમાન બનશે. તમામ ટેસ્ટ મેચ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે મેચ ICC વનડે સુપર લીગનો ભાગ રહેશે.