Home /News /sport /IND vs ENG: ખરાબ પ્રદર્શન પછી વિરાટ કોહલી હવે ‘ભગવાનના ભરોસે’
IND vs ENG: ખરાબ પ્રદર્શન પછી વિરાટ કોહલી હવે ‘ભગવાનના ભરોસે’
વિરાટ હાલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં છે અને 5 ઇનિંગ્સમાંથી એકપણ વખત 20થી વધારે રન બનાવી શક્યો નથી (તસવીર - (Instagram) )
Virat Kohli Form : વિરાટ કોહલી ખરાબ ફોર્મ અને ઇજાથી પરેશાન છે, ઇંગ્લેન્ડ સામે રવિવારે 17 જુલાઈએ રમાનાર શ્રેણીની ત્રીજી વન-ડે વિરાટ કોહલી પાસે પોતાનું ફોર્મ સાબિત કરવાની છેલ્લી તક છે
લંડન : વિરાટ કોહલી (Virat Kohli)હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. કપિલ દેવ સહિત ઘણા દિગ્ગજોનું માનવું છે કે ખરાબ ફોર્મના કારણે તેના સ્થાને યુવા ખેલાડીને ભારતીય ટીમમાં તક આપવી જોઈએ. વિરાટ હાલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં છે અને 5 ઇનિંગ્સમાંથી એકપણ વખત 20થી વધારે રન બનાવી શક્યો નથી. ખરાબ ફોર્મમાંથી છૂટકારો મેળવવા માટે કોહલી હવે ભગવાનની શરણમાં પહોંચ્યો છે. આ દરમિયાન તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)સાથે ભજન કિર્તનના કાર્યક્રમમાં સામેલ થયો હતો. ભારતનો ઇંગ્લેન્ડ (IND vs ENG)પ્રવાસ 17 જુલાઇએ રમાનાર ત્રીજી અને અંતિમ વન-ડે સાથે ખતમ થઇ રહ્યો છે. હાલ શ્રેણી 1-1થી બરાબરી પર છે.
લંડનમાં ભજન કિર્તનનું આયોજન અમેરિકી ગાયક કૃષ્ણા દાસે કર્યું હતું. તે પહેલા પણ આ પ્રકારના આયોજન કરતો રહ્યો છે. આ દરમિયાન ત્યાં કોહલી અને અનુષ્કા શર્મા પણ પહોંચ્યા હતા. કૃષ્ણા દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો છે, જેમાં બન્ને જોવા મળી રહ્યા છે. હનુમાન દાસ જણાવે છે કે બન્ને કાર્યક્રમમાં સામેલ થયા. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભક્ત ઝુમતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ લંડનના યૂનિયન ચાપેલમાં થયો હતો. આ ભજન કિર્તન 14 અને 15 જુલાઇ એમ બે દિવસ ચાલ્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 17 જુલાઇએ માન્ચેસ્ટરમાં ત્રીજી વન-ડે રમાશે. ઇંગ્લેન્ડ સામે રવિવારે 17 જુલાઈએ રમાનાર શ્રેણીની ત્રીજી વન-ડે વિરાટ કોહલી પાસે પોતાનું ફોર્મ સાબિત કરવાની છેલ્લી તક છે. જો આ મેચમાં ફોર્મમાં પરત નહીં ફરે તો તેની કારકિર્દી માટે મુશ્કેલરુપ બની શકે છે. કારણ કે વિરાટનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી.
વિરાટ કોહલી ખરાબ ફોર્મ અને ઇજાથી પરેશાન છે. કોહલી ઇજાના કારણે પ્રથમ વન-ડેમાં પણ રમ્યો ન હતો. બીજી વન-ડેમાં 16 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન હાલમાં ઇંગ્લેન્ડ સામેની બે ટી-20 મેચમાં પણ યથાવત્ રહ્યું છે. તે અનુક્રમે 1 અને 11 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલીની સદીની વાત કરવામાં આવે તો તેણે લગભગ 3 વર્ષ પહેલા નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ફટકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર