IND vs ENG: વિરાટ કોહલીનું બેટ 2021માં પડ્યું મંદ, જો રૂટ કુલ રનના 25 ટકા રન પણ નથી, રહાણે-પૂજારા પણ ફેલ

India vs England: જો રૂટે 2021માં 5 સદી ફટકારી છે.

ટીમ ઈન્ડિયાનું રન મશીન ગણાતો વિરાટ કોહલી (Virat Kohli) ચાલુ વર્ષે રન બનાવવામાંમાં વામણો પુરવાર થઇ રહ્યો છે. 2021માં વિરાટ કોહલીએ ટેસ્ટમાં જો રૂટની સરખામણીએ એક ચતુર્થાંશ રન પણ ફટકાર્યા નથી!

  • Share this:
નવી દિલ્લી:  ટીમ ઈન્ડિયાનું રન મશીન ગણાતો વિરાટ કોહલી ( Virat Kohli ) ચાલુ વર્ષે રન બનાવવામાંમાં વામણો પુરવાર થઇ રહ્યો છે. 2021માં વિરાટ કોહલીએ ટેસ્ટમાં જો રૂટની સરખામણીએ એક ચતુર્થાંશ રન પણ ફટકાર્યા નથી! અત્યાર સુધીમાં 70 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિરાટ કોહલી 21 મહિનાથી સદીની ઝંખના કરી રહ્યો છે. બીજી તરફ રૂટ (Joe Root)એ માત્ર 7 મહિનામાં 5 સદી ફટકારી છે. વિરાટ કોહલીની જેમ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) પણ ખરાબ સ્થિતિમાં છે. પુજારા આ વર્ષે જો રુટની તુલનામાં એક તૃતીયાંશ રન જ બનાવી શક્યો છે. જ્યારે રહાણેનું પ્રદર્શન વધુ ખરાબ છે.

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. ક્યારે ઈજા થાય અને ક્યારે ફોર્મ જતું રહે તેની કોઈને ખબર હોતી નથી. પણ એક જ ટીમના ટોચના ત્રણ ખેલાડી આઉટ ઓફ ફોર્મ હોય ત્યારે મુશ્કેલી વધે છે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ (India vs England) રમી રહેલી ભારતીય ટીમના સંદર્ભમાં પણ આવું જ છે. આ વર્ષે ટેસ્ટમાં વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા કુલ 1055 રન જ બનાવી શક્યા છે. આ રન જો રૂટના કુલ સ્કોરથી 222 રન ઓછા છે

જો રુટે 67.21ની સરેરાશથી રન ફટકાર્યા

2021માં ટેસ્ટ મેચોમાં જો રુટ સૌથી વધુ રન ફટકારનાર (Most Run in 2021) ખેલાડી છે. તેણે આ વર્ષે 10 ટેસ્ટ રમી છે અને 67.21ની સરેરાશથી 1277 રન ફટકાર્યા છે. તેણે આ વર્ષે 5 સદી ફટકારી છે. જેમાં ભારત સામે બેવડી સદીનો સમાવેશ થાય છે. લોર્ડ્સમાં ગયા અઠવાડિયે રમાયેલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તે નોટઆઉટ રહ્યો હતો. જેથી વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં તેનું ફોર્મ ભારત માટે ખતરો છે

રહાણેએ 22.00ની સરેરાશથી રન બનાવ્યા

હવે વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાજી વાત કરીયે. પુજારા અને રહાણે આ વર્ષે 9-9 ટેસ્ટ રમ્યા છે અને કોહલી 7 ટેસ્ટ રમી ચૂક્યો છે. પુજારાએ આ મેચોમાં 28.93ની એવરેજથી 434 રન બનાવ્યા છે. બીજી તરફ રહાણે અને કોહલી તો 400ના આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. રહાણેએ 22.00ની એવરેજથી 330 રન બનાવ્યા છે. કોહલીએ 26.45ની એવરેજથી માત્ર 291 રન જ બનાવ્યા છે. કોહલીની જેમ પુજારાએ પણ આ વર્ષે સદી ફટકારી નથી. અલબત રહાણેએ એક સદી કરી છે.

આ પણ વાંચો: Ind vs Eng: ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર ત્રીજી ટેસ્ટમાંથી થયો બહાર

રોહિત અને ઋષભ પંતે લાજ રાખી

ધુરંધર ખેલાડીઓ ફોર્મમાં ન હોવા છતાં આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ સૌથી વધુ ટેસ્ટ મેચ જીત્યા છે. જેના પાછળનું કારણ બોલિંગમાં સારું પરફોર્મન્સ છે. તેમજ રોહિત શર્મા અને ઋષભ પંતએ નાક બચાવ્યું છે. રોહિતે 9 ટેસ્ટમાં એક સદીની મદદથી 690 રન કર્યા હતા. જ્યારે ઋષભ પંતે આ વર્ષે 9 મેચમાં એક સદી સાથે 644 રન બનાવ્યા હતા.
Published by:kuldipsinh barot
First published: