IND vs ENG: ભારતીય બોલરોએ દર 55માં બોલ પર વિકેટ લીધી, 89 વર્ષમાં સૌથી શ્રેષ્ટ પ્રદર્શન

India vs England 4th Test: ઉમેશ યાદવે પ્રથમ ઈનિંગમાં જો રૂટની મોટી વિકેટ લીધી હતી. (AP)

India vs England 4th Test: ભારતીય બોલરોએ ચોથી ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. ટીમ ઈન્ડિયા (Team India)એ પહેલી ઈનિંગમાં 191 રન કર્યા હતા, જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 76 રન કરીને પાંચ વિકેટ ગુમાવી દીધી છે. જો રૂટની વિકેટ ઉમેશ યાદવે લીધી હતી.

  • Share this:
    ઓવલ: ટીમ ઈન્ડિયા (Team India)ના બોલરો સતત ટેસ્ટમાં ફેલ રહ્યા હતા. ચોથી ટેસ્ટમાં (India vs England 4th Test) ભારતની પ્રથમ ઈનિંગ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અને આ પહેલા ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ ભારતીય ટીમ 78 રન કરીને ઓલ આઉટ થઈ હતી. પરંતુ ચોથી ટેસ્ટમાં બોલરોએ રોમાંચ જાળવી રાખ્યો છે. ઈંગ્લેન્ડની 78 રનમાં પાંચ વિકેટ પડી છે જેમાં અત્યાર સુધી જો રુટ (Joe Root)ની મહત્વપૂર્ણ વિકેટનો પણ સમાવેશ થાય છે. હાલની સીરીઝમાં ભારતીય બોલરોની સ્ટ્રાઈક રેટ 55ની રહી છે. જે ઈંગ્લેન્ડમાં રમાયેલી તમામ સીરીઝોમાં સર્વશ્રેષ્ટ પ્રદર્શન છે. આ કારણે ટીમ ઈન્ડિયા (team india) સીરીઝમાં સારુ પ્રદર્શન કરવામાં સફળ રહી છે, ત્યારે મહત્વનું છે કે, અત્યારે સીરીઝ 1-1ની બરાબરી પર છે.

    ચોથી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેસ્ટમેનો માત્ર 61.3 ઓવર સુધી જ બેટિંગ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરતા જ બુમરાહે 2 વિકેટ ઝડપી લીધી હતી અને ઉમેશ યાદવે 5 વિકેટ ઝડપી હતચી જેથી મેચમાં ભારતે વાપસી કરી હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ હાલની સિઝનમાં 55.44 બોલમાં વિકેટ પ્રાપ્ત કરી છે. આ ઈંગ્લેન્ડમાં 89 વર્ષના ઈતિહાસમાં સર્વશ્રેષ્ટ પ્રદર્શન છે. ઈકોનોમીમાં પણ ભારતે 3 કરતા ઓછા રન આપ્યા છે. બોલરો અત્યાર સુધીમાં 27ની વિકેટ લેવામાં સફળ રગ્યા છે.

    આ શ્રેણી પહેલા 1986માં ભારતીય બોલરોનો સ્ટ્રાઇક રેટ શ્રેષ્ઠ રહી છે. ત્યારબાદ બોલરોએ 57.2ની સ્ટ્રાઇક રેટ પર 58 વિકેટ લીધી. સરેરાશ 22 હતી અને જેમાં એવરેજ 2.33 હતી. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ 3 મેચની શ્રેણી 2-0થી પણ કબજે કરી હતી. જોકે 2007થી ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી અને છેલ્લી ત્રણ શ્રેણીમાં હારી ગઈ છે. 2018માં ઈંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ટીમ 1-4થી હારી ગઈ હતી. આ દરમિયાન પણ વિરાટ કોહલી પાસે ટીમ ઇન્ડિયાની કમાન હતી.

    આ પણ વાંચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધારે ઇન્ટરનેશનલ ગોલ કરનાર ખેલાડી બન્યો

    ઈંગ્લેન્ડમાં બંને દેશો વચ્ચે રમાઈ રહેલી આ 19મી ટેસ્ટ શ્રેણી છે. પરંતુ ટીમ ઇન્ડિયાના બોલરો માત્ર 7મી વખત 50થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા છે. 2018માં બોલરોએ સૌથી વધુ 82 વિકેટ લીધી હતી. જોકે ટીમ શ્રેણી હારી ગઈ હતી. આ સિવાય 2014માં 59, 1959માં 58, 1956માં 58, 2007માં 56, 2002માં 55 અને 2021માં 52 વિકેટ અત્યાર સુધી લેવામાં આવી છે. બોલરો પાસે હજુ પણ શ્રેણીમાં 27 વિકેટ લેવાની તક છે. એટલે કે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં બીજા નંબરે પહોંચવું નિશ્ચિત છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ જીતી હતી જ્યારે ત્રીજી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી.
    Published by:kuldipsinh barot
    First published: