નવી દિલ્લી: 23 માર્ચથી વનડે શ્રેણી(India vs England)ની શરૂઆત થશે. શ્રેણીની ત્રણેય મેચ પૂણેમાં યોજાશે અને મેચમાં ચાહકોના આગમન પર પ્રતિબંધ છે. વન ડે સિરીઝ માટે હજી સુધી ટીમ ઈન્ડિયાની(Team India) જાહેરાત કરવામાં આવી નથી. ઘણા યુવા ખેલાડીઓની નજર તેના પર છે. કારણ કે તાજેતરમાં સમાપ્ત થયેલ વિજય હઝારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy)આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તે ટીમમાં સ્થાન મેળવી શકે છે. પૃથ્વી શોનું નામ આમાં મુખ્ય છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટમાં નબળા પ્રદર્શન બાદ પૃથ્વી શો (prithvi shaw)ને તક મળી નથી. તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને ત્યારબાદ ટી 20 શ્રેણીમાં સ્થાન મળ્યું નથી. પરંતુ આ સમય દરમિયાન તે પોતાની ખામીઓને દૂર કરવામાં વ્યસ્ત હતો. પૃથ્વી શોએ 8 મેચમાં વિજય હઝારેમાં ગત દિવસોમાં જ સમાપ્ત થયેલી ટૂર્નામેન્ટમાં 8 મેચમાં 165 ની એવરેજથી 827 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે. તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડીએ 800 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આટલું જ નહીં, પૃથ્વી શોએ તેની કપ્તાની હેઠળ ચોથી વાર વિજય હજારે ટ્રોફી મુંબઈને આપી હતી. આવી સ્થિતિમાં તેને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં તક મળી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો
ઓસ્ટ્રેલિયામાં આયોજિત વનડે સિરીઝમાં મયંક અગ્રવાલ શિખર ધવન સાથેની બે મેચમાં જ્યારે શુબમન ગિલે એક મેચમાં શરૂઆત કરી હતી. રોહિત શર્મા ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર હતો. રોહિત હવે સંપૂર્ણ રીતે ફિટ છે. મળતી માહિતી મુજબ તેને વન ડે સિરીઝ માટે આરામની માંગ પણ કરી નથી. આવી સ્થિતિમાં રોહિતની પસંદગી નિશ્ચિત છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પૃથ્વીને 2020 ની શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં ત્રણ વનડે મેચમાં તક આપવામાં આવી હતી. આ દરમિયાન તેણે 20, 24 અને 40 રનની ઇનિંગ્સ રમી હતી. એટલે કે, સારી શરૂઆત બાદ પણ તે ઇનિંગ્સ લંબાવી શક્યો ન હતો.
વિજય હઝારે ટ્રોફીમાં સારા પ્રદર્શન બાદ પૃથ્વી શો વન-ડે ટીમની રેસમાં છે. શિખર ધવનને ટી 20 સીરીઝની એક મેચ બાદ બીજી મેચમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. 2023 વનડે વર્લ્ડ કપ ફક્ત ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ માટેની તૈયારી જોતાં શોને વન ડે સિરીઝમાં તક આપી શકાય છે. કારણ કે ત્યાં સુધીમાં ધવન પણ 37 વર્ષનો થઈ ગયો હશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: India vs england, Prithvi Shaw, Team india