Home /News /sport /

IND vs ENG: અક્ષર પટેલે કોહલીને નેટ્સમાં કરી બોલિંગ, પ્રશંસકો બોલ્યા- કુલદીપ યાદવ ફરીથી નહીં હોય

IND vs ENG: અક્ષર પટેલે કોહલીને નેટ્સમાં કરી બોલિંગ, પ્રશંસકો બોલ્યા- કુલદીપ યાદવ ફરીથી નહીં હોય

બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શનિવાર, 13 ફેબ્રુઆરીથી રમાશે

બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શનિવાર, 13 ફેબ્રુઆરીથી રમાશે

    ચેન્નાઈ : ઓલરાઉન્ડર અક્ષર પટેલે ચેન્નાઇ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાનાર બીજી ટેસ્ટ મેચ (India vs England) પહેલા પૂર્ણ પણે ફિટ થઇ ગયો છે. જે બાદ અક્ષરે ભારતીય કેમ્પ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શનિવાર, 13 ફેબ્રુઆરીથી રમાશે. દિલ્હી કેપિટલ્સનો આ ખેલાડી તેના ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો, જે ઘૂંટણની ઈજાને રમી શક્યો ન હતો. અક્ષર પટેલ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની પહેલી પસંદ હતો, પરંતુ ઈજાના કારણે રમી શક્યો નહીં. તેના સ્થાને શાહબાઝ નદીમને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જે ખૂબ મોંઘો પડ્યો હતો.

    ફીટ થયા પછી અક્ષર પટેલ પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં અપેક્ષા કરાઈ રહી છે કે અક્ષર પટેલ બીજી ટેસ્ટ મેચમાં ભારતના પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનશે. ત્યારે કુલદીપ યાદવ ફરી એકવાર ડ્રોપ થવાની સંભાવના છે. ભારતીય બોલરો પ્રથમ ટેસ્ટ મેચમાં સંપૂર્ણ રીતે અસફળ રહ્યા હતા. ભારત ઈંગ્લેન્ડ સામે 227 રનથી હાર્યું હતું. આ હાર બાદ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા બદલ ટીકા કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - નદીમ અને ચાહર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, અક્ષર પટેલ પસંદગી માટે ઉપલબ્ધ

    હવે અક્ષર પટેલની નેટ પ્રેક્ટિસનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકો તેની ઉપર જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે. આ વીડિયો પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે કુલદીપ યાદવને ફરી એક વાર અવગણવામાં આવશે. અક્ષર પટેલનો આ વીડિયો ભારતીય ક્રિકેટ ટીમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં કેપ્શન આપવામાં આવ્યું છે - અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ મિસ કરી હતી પરંતુ હવે તે પાછો આવ્યો છે. ચાહકોએ પણ આ પોસ્ટ ઘણી ટિપ્પણી કરી છે.

    જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરો ઇંગ્લિશ બેટ્સમેનો પર દબાણ બનાવવામાં નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચના પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર કરવા માંગશે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે અક્ષર પટેલ હંમેશાં પ્રથમ ટેસ્ટમાં રમવાનો પ્રથમ વિકલ્પ હતો, પરંતુ તે સુકાની વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ પર નિર્ભર રહેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2nd Test, Chennai Test, IND Vs ENG, India vs england, Team india, અક્ષર પટેલ, રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन