Home /News /sport /IND vs ENG: ભારતે ઇંગ્લેન્ડને આવતા વર્ષે 3ને બદલે 5 T-20 મેચ રમવાની કરી ઓફર, જય શાહે કરી પુષ્ટિ
IND vs ENG: ભારતે ઇંગ્લેન્ડને આવતા વર્ષે 3ને બદલે 5 T-20 મેચ રમવાની કરી ઓફર, જય શાહે કરી પુષ્ટિ
બીસીસીઆઇના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, ઇસીબીને આગામી વર્ષના પ્રવાસ માટે બે વધારાની ટી 20 મેચની ઓફર કરવામાં આવી છે.
બીસીસીઆઈ (BCCI)ના સચિવ જય શાહે (Jay Shah) જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડને આગામી વર્ષે જુલાઈમાં યોજાનારી ટૂરમાં બે વધારાની ટી 20 મેચની ઓફર કરવામાં આવી છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી ECB માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાનારી ટેસ્ટ મેચ રદ થવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે.
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (Manchester Test Called Off) બાદ વિવાદ અટક્યો નથી. ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓએ IPL-2021 ના બીજા તબક્કામાં રમવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) વતી કહેવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં આ મેચનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડ બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. હવે BCCI ના સચિવ જય શાહે કહ્યું છે કે ભારતીય બોર્ડે ઇંગ્લેન્ડને આગામી વર્ષના પ્રવાસમાં બે વધારાની ટી 20 મેચ રમવાની ઓફર કરી હતી.
જય શાહે ક્રિકબઝને જણાવ્યું હતું કે, બીસીસીઆઇ આગામી વર્ષે જુલાઇમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે વધારાની ટી-20 મેચ રમવા માટે સંમત થયા છે જેથી ઇસીબી માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાનારી ટેસ્ટ મેચ રદ થવાથી થયેલા નુકસાનની ભરપાઇ કરી શકે પરંતુ આ બધા માટે એક શરત પણ મુકવામાં આવી છે કે તે ટેસ્ટ મેચ રદ કરવાની કોઈ માંગ ન હોવી જોઈએ.
શાહે સોમવારે કહ્યું, 'એ સાચું છે કે જ્યારે અમે આગામી જુલાઇમાં ઇંગ્લેન્ડ પ્રવાસ કરીએ છીએ ત્યારે અમે ઇંગ્લેન્ડ સામે બે વધારાની ટી 20 મેચ રમવાની ઓફર કરી છે. અમારી ટીમ ત્રણ ટી 20 ને બદલે પાંચ ટી 20 મેચ રમશે. એવી પણ ઓફર છે કે તમે વૈકલ્પિક રીતે 5 મી ટેસ્ટ મેચ રમી શકો છો. હવે દરખાસ્તોમાંથી કોઈ એક પસંદ કરવાનું સંપૂર્ણપણે તેમના પર છે.
જ્યારે આ મેચ રદ કરવામાં આવી ત્યારે ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ હતી. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોનો કોવિડ -19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, ભારતે મેચ માટે મેદાન લેવાનો ઇનકાર કર્યો હતો.
ડેઇલી મેલે સોમવારે બીસીસીઆઇની ઓફર અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, "પહેલાથી વધેલા બજેટમાં 40 મિલિયનની સંભવિત તંગીને પહોંચી વળવા માટે આ મેચોનું આયોજન કરવામાં આવી છે, પુન: નિર્ધારિત ટેસ્ટ ભારત માટે હારેલા ગણાવવાનો પ્રસ્તાવ હજુ યથાવત છે. ”બીસીસીઆઈના સચિવે એમ પણ કહ્યું કે, તેઓ આઈસીસીની વિવાદ નિવારણ સમિતિ (ડીઆરસી)ના દરવાજા ખખડાવી ઈસીબીના અહેવાલોથી વાકેફ નથી. શાહે સ્પષ્ટ કર્યું કે, વધારાની મેચ ત્યારે જ રમાશે જ્યારે ઇંગ્લેન્ડ વોકઓવર જેવી કોઇ માંગણી નહીં કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર