Home /News /sport /IND vs ENG: સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને જશે ઈંગ્લેન્ડ, BCCIએ આપી ટીમમાં જગ્યા
IND vs ENG: સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને જશે ઈંગ્લેન્ડ, BCCIએ આપી ટીમમાં જગ્યા
તસવરી- એએફપી
India vs England Test Series: બીસીસીઆઈ(BCCI)એ ઇંગ્લેન્ડ શ્રેણી (IND vs ENG) માટે બે વધારાના ખેલાડીઓ ઇંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. પૃથ્વી શૉ (Prithvi Shaw) અને સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav)ને ટીમમાં સ્થાન મળ્યું છે.
નવી દિલ્લી: પૃથ્વી શો (Prithvi Shaw)અને મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ઇંગ્લેન્ડ જશે. બીસીસીઆઈ(BCCI)એ સોમવારે તેની જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓની ઈજા બાદ આ બંને ખેલાડીઓને બદલી તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શુભમન ગિલ, આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયા હતા અને આ ત્રણેય ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરીઝથી બહાર થઈ ગયા છે. પાંચ મેચની શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવાની છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેર કરેલી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તેના જમણા હાથમાં સમસ્યા છે અને તેને ઈંજેકશન આપવામાં આવ્યું છે. પરંતુ તે શ્રેણીમાંથી બહાર છે. બીજી બાજુ, ઝડપી બોલર આવેશ ખાનને પ્રેક્ટિસ મેચ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પહેલા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ પણ ટૂરથી બહાર થઈ ગયો છે.
બીસીસીઆઇએ જણાવ્યું હતું કે વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંતની રિકવરી સારી છે અને તેની બંને ટેસ્ટ નેગેટિવ આવી છે. મેડિકલ ટીમની તપાસ કર્યા બાદ તેણે ટેસ્ટ સિરીઝની તૈયારી શરૂ કરી દીધી છે. બોલિંગ કોચ બી અરુણ, વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને ઓપનર બેટ્સમેન અભિમન્યુ ઇસ્વરને પણ કોરેન્ટાઈન સમય પૂર્ણ કરી ટીમમાં જોડાઈ છે.
અભિમન્યુ ઇશ્વરન અગાઉ ટીમના સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં હતો. પરંતુ હવે તેને 21 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. એટલે કે, તે શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ પણ કરી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને અરજણ નાગવાસવાળા માત્ર બે ખેલાડીઓ સ્ટેન્ડબાયમાં બાકી છે. પાંચ મેચની શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.