નદીમ અને ચાહર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, અક્ષર પટેલ પસંદગી માટે ઉપલબ્ધ

IND vs ENG: નદીમ અને ચાહર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, અક્ષર પટેલ પસંદગી માટે ઉપલબ્ધ

ભારત તરફથી 38 વનડે અને 11 T-20 મેચ રમનાર અક્ષર પટેલ બીજી મેચમાં તેની ટેસ્ટ ડેબ્યૂ માટે તૈયાર છે

  • Share this:
    નવી દિલ્હી : ઘૂંટણની ઈજાને કારણે ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel)ને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી આઉટ થયા બાદ શાહબાઝ નદીમ (Shahbaz Nadeem) અને રાહુલ ચહર (Rahul Chahar)ને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગુજરાતનો આ ઓલરાઉન્ડર હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને ચેન્નઈમાં 13 ફેબ્રુઆરીથી રમાનાર બીજી ટેસ્ટ મેચ (India vs England) માટે ઉપલબ્ધ છે. BCCIએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "અક્ષર પટેલ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તે શનિવારથી ઇંગ્લેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટ મેચની પસંદગી માટે ઉપલબ્ધ છે".

    ભારત તરફથી 38 વનડે અને 11 T-20 મેચ રમનાર અક્ષર પટેલ બીજી મેચમાં તેની ટેસ્ટ ડેબ્યૂ માટે તૈયાર છે. તે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં શાહબાઝ નદીમનું સ્થાન લેશે. નદીમની પસંદગી કરવા વિશે વિરાટ કોહલીએ કહ્યું, "જો ટીમમાં પ્લેઈંગ ઇલેવનમાં બે ઓફ સ્પિનરો હોત, તો કુલદીપ પણ કંઈક આવું સ્પિન કરે છે અને બોલને બહાર લઈ જાય છે."

    સ્પિનર નદીમની આ માત્ર બીજી ટેસ્ટ મેચ હતી, પરંતુ તે તેની બોલિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં તેણે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને મોટા સ્કોરની ઘણી તક આપી હતી. તેણે આ સમયગાળા દરમિયાન 9 નો બોલ નાંખ્યા, જે ટેસ્ટ ક્રિકેટમાં ચિંતાનો વિષય છે.

    આ પણ વાંચો - રોહિત શર્માને કેપ્ટન બનાવવાથી વિરાટ કોહલીને થશે મોટો ફાયદો: પાર્થિવ પટેલ

    બીસીસીઆઈએ આગળ કહ્યું હતું કે, "ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમેટીએ હવે શાહબાઝ નદીમ અને રાહુલ ચહરને મુખ્ય ટીમમાંથી બહાર રાખ્યા છે અને તે બંને હવે ફરીથી સ્ટેન્ડબાય ખેલાડીઓના ગ્રૂપમાં પાછા ફર્યા છે." નદીમે મેચમાં 4 વિકેટ લીધી હતી, પરંતુ બંને ઇનિંગ્સમાં 59 ઓવરમાં 233 રન આપ્યા. આટલું જ નહીં સ્પિનર હોવા છતાં તેણે મેચમાં 9 નો બોલ ફેંકી દીધા હતા. નદીમે પોતે સ્વીકાર્યું હતું કે બોલિંગ કરતી વખતે ક્રીઝ પર કૂદકો લગાવતા સમયે તેના ટાઈમિંગમાં થોડી સમસ્યા હતી અને તેને નેટ પર સુધારવાની જરૂર છે.

    ભારતની ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચન્દ્ર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

    સ્ટેન્ડબાય ખેલાડીઓ: કેએસ ભારત, અભિમન્યુ ઇસ્વરન, શાહબાઝ નદીમ, રાહુલ ચાહર, પ્રિયાંક પાંચાલ.

    નેટ બોલર: અંકિત રાજપૂત, આવેશ ખાન, સંદીપ વોરિયર, કૃષ્ણપ્પા ગૌતમ, સૌરભ કુમાર.
    Published by:Ashish Goyal
    First published: