Home /News /sport /

IND vs ENG: ભારતને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જાડેજા બહાર

IND vs ENG: ભારતને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જાડેજા બહાર

ભારતને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જાડેજા બહાર

સિડની ટેસ્ટમાં બેટિંગ કરતા જાડેજાને હાથના અંગૂઠામાં ઈજા થઇ હતી

    નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ (india vs England)વચ્ચે ચાલી રહેલી 4 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાને (Team India)મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાકીની ત્રણ મેચ માંથી પણ થવાના સમાચાર છે. સિડની ટેસ્ટમાં બેટિંગ કરતા જાડેજાને હાથના અંગૂઠામાં ઈજા થઇ ગઇ હતી જેના કારણે તે બ્રિસબેન ટેસ્ટમાંથી પણ બહાર થઇ ગયો હતો. ભારતમાં પરત ફર્યા બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે જાડેજા શ્રેણીના અંતિમ દિવસોમાં ફીટ થઇ જશે પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે તેને સ્વસ્થથવામાં સમય લાગવાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની એક પણ ટેસ્ટ મેચ રમી શકશે નહીં

    ક્રિકબઝના એક રીપોર્ટ અનુસાર જાડેજાનું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમવુ લગભગ અશક્ય બની જશે ત્યારે ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે મહત્વનું છે કે ઝારખંડના બોલર શાહબાઝ નદીમને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે , કારણે કે તેનું પ્રદર્શન પ્રથમ મેચમાં ખાસ રહ્યું ન હતું. શાહબાઝ નદીમ પ્લેઈંગ ઈલેવનમાં રમશે કે નહી તે શુક્રવાર સુધીમાં નક્કી થઇ જશે. ત્યારે આવા સમયમાં પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલનો સમાવેશ થાય તેવી શક્યતાઓ છે.

    આ પણ વાંચો - રોહિત શર્માને કેપ્ટન બનાવવાથી વિરાટ કોહલીને થશે મોટો ફાયદો: પાર્થિવ પટેલ

    અક્ષર પટેલ આગામી મેચ માટે ફીટ છે જે શાહબાઝ નદીમને રીપ્લેસ કરી શકે છે. મહત્વનું છે કે, ભારતનો પ્રથમ ટેસ્ટ મેચમાં પરાજય થયો હતો. બીસીસીઆઇના સૂત્રોએ પીટીઆઇને બુધવારે જણાવ્યું કે, અક્ષર પટેલને ઘૂંટણના ભાગે સામાન્ય દુખાવો હતો અને તે બેટિંગની પ્રેકટીસ શરૂ કરી ચૂક્યો છે. આગામી થોડા દિવસમાં તે બોલિંગની પણ શરૂઆત કરી દેશે.

    મેચ બાદ પ્રેઝેન્ટેશન દરમિયાન નદીમના પ્રદર્શન પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે બુમરાહ, અશ્વિન, અને ઈશાંત દ્વારા બનાવામાં આવેલા દબાણને નદીમ રાખી શક્યો હતો. નદીમે મેચમાં કુલ ચાર વિકેટો મેળવી પરંતુ બંન્ને ઈંનિંગ્સમાં થઇને કુલ 59 ઓવરમાં 233 રન આપ્યા હતા. જે દરમિયાન તેની ઓવરમાં સામાન્ય રીતે ચાર રનની ઈકોનોમી રેટ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: England, IND Vs ENG, Test series, રવિન્દ્ર જાડેજા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन