Ind vs Eng 4th Test: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને આઈસોલેટ કરી દેવમાં આવ્યા છે. આ સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને સોપોર્ટ સ્ટાફના બે અન્ય સભ્યને પણ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
લંડન: ભારત અને ઈંગ્લેન્ડ (ind vs eng) વચ્ચે પાંચ મેચોની સીરીઝ ઈંગ્લેન્ડ (england)માં ચાલી રહી છે. ત્યારે સીરીઝની ચોથી ટેસ્ટમેચ ઓવલ ખાતે ચાલી રહી છે. જેમાં આજે ટેસ્ટનો ચોથો દિવસ છે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (ravi shastri tests covid positive) આવ્યો છે. અને તેમને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. હેડ કોચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમમાં ખળભળાટ મચી ગયો છે.
શાસ્ત્રી સિવાય બોલિંગ કોચ ભરત અરુણ અને સોપોર્ટ સ્ટાફના બે અન્ય લોકોને પણ આઈસોલેશનમાં મુકી દેવમાં આવ્યા છે. BCCIS તેના નિવેદનમાં કહ્યું કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ રવિ શાસ્ત્રી, ભરત અરુણ, આર શ્રીધર અને નિતિન પટેલેને આઈસોલેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે રવિશાસ્ત્રીનો ગત રાત્રીએ ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ લોકોને હોટલમાં આઈસોલેશન કરી દેવામાં આવ્યા છે. હવે આ લોકો મેડિકલ ટીમની પુષ્ટિ વિના ટીમ સાથે પ્રવાસ કરી શકશે નહિ.
UPDATE - Four members of Team India Support Staff to remain in isolation.
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું, 'ટીમના બાકીના સભ્યોનો ફ્લો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ટીમના સભ્યો માટે બે ફ્લો ટેસ્ટ કરવામાં આવ્યા હતા - એક છેલ્લી રાત્રે અને એક સવારે ..
મેચની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. તેણે ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 3 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા હતા. તેની લીડ 171 રન રહી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) 22 અને રવિન્દ્ર જાડેજા (Jadeja ) 9 રન સાથે અણનમ છે. ત્રીજા દિવસે રોહિત શર્માએ 127 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે ચેતેશ્વર પુજારાએ તેની સાથે રમીને 61 રન બનાવ્યા હતા.
શ્રેણી હાલ 1-1થી બરાબરી પર
ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો માં પરિણમી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર