IND VS ENG: આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો

IND VS ENG: આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો
IND VS ENG:આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો

પ્રથમ દિવસના અંતે આ વિવાદ વિશે સિરાજને પૂછવામાં આવ્યું તો તેણે ખુલાસો કર્યો

  • Share this:
    અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે અમદાવાદમાં રમાય રહેલી ચોથી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ (Mohammad Siraj)અને બેન સ્ટોક્સ (Ben Stokes)વચ્ચે વિવાદ થયો હતો. આ પછી કેપ્ટન વિરાટ કોહલી સ્ટોક્સ પાસે ગયો હતો અને બંને વચ્ચે ઘણો સમય સુધી રકઝક થઈ હતી. બંનેને શાંત રાખવા અમ્પાયર આવી ગયા હતા અને વિવાદને આગળ વધતો અટકાવ્યો હતો.

    પ્રથમ દિવસના અંતે આ વિવાદ વિશે સિરાજને પૂછવામાં આવ્યું તો તેણે તેનો ખુલાસો કર્યો હતો. સિરાજે કહ્યું કે સ્ટોક્સે મને ગાળ આપી હતી. આ પછી મેં કેપ્ટન વિરાટ કોહલીને ફરિયાદ કરી હતી. આ પછી વિરાટે સ્ટોક્સ સાથે વાત કરી હતી અને આમાંથી વિવાદ વકર્યો હતો. જોકે અમ્પાયરે વિવાદ શાંત કરાવ્યો હતો. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન બની હતી.



    આ પણ વાંચો - દક્ષિણ ભારતીય અભિનેત્રીએ રાજકોટ આવવા ભરી ઉડાણ, બુમરાહ સાથે ફરશે સાત ફેરા?

    સિરાજે મેચ પછી કહ્યું કે આ વિકેટ બોલિંગ માટે સારી જોવા મળતી હતી. મારો પ્લાન ફક્ત એ હતો કે સંયમ રાખું અને યોગ્ય લાઇન લેન્થથી બોલિંગ કરતો રહું. વિરાટ ભાઇએ મને કહ્યું હતું કે આપણે પાસે બે ફાસ્ટ બોલરો છે. જેથી રોટેશન કરવું પડશે. શરૂઆતમાં બે ઓવર બોલિંગ કર્યા પછી તેમણે મારો એન્ડ બદલી દીધો હતો. પછી હું તે એન્ડથી બોલિંગ કરી રહ્યો હતો જ્યાં ઇશાંત બોલિંગ કરી રહ્યો હતો. આ એન્ડથી મને વધારાના ઉછાળ સાથે સ્વિંગ પણ મળી હતી. જેનો ફાયદો ઉઠાવ્યો હતો.

    અક્ષર પટેલ અને અશ્વિનના તરખાટ સામે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટે 24 રન બનાવી લીધા છે.
    Published by:Ashish Goyal
    First published:March 04, 2021, 23:06 pm

    ટૉપ ન્યૂઝ