Home /News /sport /

U19 World Cup 2022: ભારતીય ટીમે 5મી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

U19 World Cup 2022: ભારતીય ટીમે 5મી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ, 2022

India vs England U19 World Cup 2022 Live Score: અંડર-19 વર્લ્ડ કપ (icc world cup u19 2022)ની ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે.

    India vs England U19 World Cup 2022:  અંડર-19 વર્લ્ડ કપ (icc world cup u19 2022)ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પછાડી શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. ટીમ 44.5 ઓવરમાં 189 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 190 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 47.4 ઓવરમાં 6 વિકેટ પર ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો આ જીત સાથે જ ભારતીય ટીમે સતત પાંચમી વખત U19 World Cup નો ખિતાબ પોતાના નામે કર્યો છે.

    ભારતીય ટીમે 47.4 ઓવરમાં 6 વિકેટ પર 195 રન ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ પાંચમી વખત અંડર19નો ખિતાબ જીતી છે.

    જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. ટીમ 44.5 ઓવરમાં 189 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 18 વર્ષના બેટ્સમેન જેમ્સ રિયુએ 95 રન બનાવ્યા હતા. જેમ્સ સેલ્સ 34 રને અણનમ રહ્યો હતો. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. આ ઇનિંગ્સની પ્રથમ મોટી ભાગીદારી પણ છે. ભારત તરફથી ઝડપી બોલર રાજ બાવાએ 31 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમારને 4 વિકેટ મળી હતી. ઓફ સ્પિનર ​​કૌશલ તાંબેને એક વિકેટ મળી હતી. ટીમે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. રિયુએ ટીમને સંભાળી લીધી હતી.

    યશ ધુલ (u19 world cup 2022 live)ના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વર્તમાન ટૂર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચ જીતી છે. તે જ સમયે ઇંગ્લેન્ડની ટીમ પણ અત્યાર સુધી અજેય રહી છે (u19 world cup 2022 live score). ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

    આ પણ વાંચો- IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

    ભારતીય ટીમે 4 વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમને રેકોર્ડ 5મું ટાઈટલ જીતવા માટે 189 રન બનાવવાના હતા જેને ભારતીય ટીમે હાંસલ કરી લઇ ઇતિહાસ રચી દીધો છે. રાજ બાવાએ 5 અને રવિ કુમારે 4 વિકેટ લઈને ઈંગ્લેન્ડને 189 રનમાં આઉટ કરી દીધું હતું.

    આ પણ વાંચો- રાજ્યમાં ફરીથી સ્કૂલો ધમધમશે, સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

    ભારતની કેપ્ટનશીપ દિલ્હીનો યથ ઢૂલ ( (Yash Dhull) કરી રહ્યો છે. યશ ઢૂલે સેમિફાઇનલમાં લડાયક સદી મારી અને ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતનો પાયો નાખ્યો હતો ત્યારબાદ ઓસવાલની બોલિંગમાં એકપછી એક બેટ્સમેન આઉટ થતા ગયા અને ભારતની શાનદાર જીત થઈ હતી.

    ભારતીય ટીમ

    યશ ઢૂલ (કેપ્ટન) શેક રાશિદ (વાઇસ કેપ્ટન) દિનેશ બાના, રાજ બાવા, અનીશ્વર ગૌતમ, રાજવર્ધન હેંગારકર, હરનૂર સિંહ, માનવ પારખ, વિક્કી ઓસ્તવાલ, અંગકૃષ રધુવંશી, રવિ કુમાર, આરાધ્ય યાદવ, ગર્વ સાંગવાન, સિદ્ધાર્થ યાદવ, નિશાંત સાધુ, કૌશલ તાંબુ, વાસુ વત્સ
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket live score, ICC Under 19 World Cup, Team india

    આગામી સમાચાર