Ind vs Eng: ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર ત્રીજી ટેસ્ટમાંથી થયો બહાર

તસવીર- AFP

India vs England:હેડિંગ્લે ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડ(IND vs ENG)ની ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood)ત્રીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં.

  • Share this:
    નવી દિલ્હી: હેડિંગ્લે ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમને આંચકો લાગ્યો છે. ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood) ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે રમી શકશે નહીં. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટે હેડિંગ્લે ખાતે રમાશે. તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડે ઈજાને કારણે સ્ટુઅર્ટ બ્રોડને પણ ગુમાવ્યો હતો. બેન સ્ટોક્સે (Ben Stocks) ટેસ્ટ શ્રેણી (Ind vs Eng) ની શરૂઆત પહેલા બ્રેક લીધો હતો, બીજી બાજુ જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ ઈજાને કારણે આ શ્રેણીનો ભાગ બની શક્યા ન હતા. હવે ઇંગ્લેન્ડ પાસે માત્ર અનુભવી બોલર તરીકે જેમ્સ એન્ડરસન છે.

    વુ઼ડના સ્થાને મહમૂદને મળશે સ્થાન

    24 વર્ષના ઝડપી બોલર સાકિબ મહમૂદ(Saqib Mahmood)ને ત્રીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પાકિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ મહેમૂદ પ્રસિદ્ધિમાં આવ્યો હતો. તેણે ત્રણ મેચમાં 9 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની યુવા ટીમે વનડે શ્રેણીમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું. શાકિબે 7 વનડેમાં 14 અને 9 ટી 20 માં 7 વિકેટ લીધી છે. તેણે હજી સુધી ટેસ્ટ રમી નથી. પરંતુ તેણે વર્તમાન કાઉન્ટી સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. લેન્કેશાયર તરફથી રમતા શાકિબ મહમૂદે 6 મેચમાં 23 વિકેટ લીધી છે. તેની એકંદર પ્રથમ વર્ગ કારકિર્દીની વાત કરીએ તો તેણે 22 મેચમાં 65 વિકેટ લીધી છે.

    આ પણ વાંચો: BCCIએ શરૂ કરી ભરતીપ્રક્રિયા, NCAમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે મંગાવી અરજીઓ

    હેડિંગલમાં 54 વર્ષથી ટીમ ઈન્ડિયા અજેય

    હેડિંગલની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં કુલ T ટેસ્ટ રમી ચૂકી છે. ભારતીય ટીમે 2 ટેસ્ટ જીતી છે, જ્યારે તે 3 હારી છે અને એક મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ અહીં રમાયેલી છેલ્લી બે ટેસ્ટ જીતી છે અને 1967 થી કોઈ ટેસ્ટ હારી નથી. 1986 માં રમાયેલી મેચમાં ટીમે ઇંગ્લેન્ડને 279 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ 2002 માં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ એક ઇનિંગ અને 46 રને મોટી જીત નોંધાવી હતી.

    ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્ટન), મોઈન અલી, ક્રેગ ઓવરટન, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, સાકીબ મહમૂદ, ડેવિડ મલાન, ઓલી રોબિન્સન, જોસ બટલર, સેમ કુરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ.
    Published by:kuldipsinh barot
    First published: