IND vs ENG: ભારતને સીરીઝ જીતથી રોકશે ઈંગ્લેન્ડ ! અંતિમ ટેસ્ટમાં આ ઘાતકી સ્પીનરની પસંદગી

ઈંગ્લેન્ડની ટીમે પાંચમી ટેસ્ટ માટે 2 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે.

India vs England Test Series: ઈંગ્લેન્ડની ટીમે પાંચમી ટેસ્ટ માટે 2 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. વિકેટ કિપર બેટ્સમેન જોશ બટલર (Jos Buttler) સિવા સ્પિન બોલર જૈક લીચ (Jak Leach)ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  • Share this:
    લંડન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સીરીઝમાં (India vs England Test Series) અંતિમ એટલે કે પાંચમી મેચમાં ઈંગ્લેન્ડ વેલ્સે ક્રિકેટ બોર્ડ (ECB) 2 નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લીશ ટીમ ભારત સામે (IND vs ENG)157 રનની હાર મળી હતી. ટીમ સીરીઝમાં 1-2 થી પાછળ ચાલી રહી છે એવામાં વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર (jos Buttler) સિવાય સ્પિન બોલર જૈક લીચ (Jak leach)ને ટીમમાં સ્થાન આપ્યું છે. લીચે ભારત સામે ગત ટેસ્ટ સીરીઝમાં 18 વિકેટ લીધી હતી. ત્યારે મહત્વનું છે કે પાંચમી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાવાની છે.

    16 સભ્યોની ટીમની જાહેરાત કરતા ECBએ કહ્યું કે, સેમ બિલિંગ્સને તેની ક્લબ કેન્ટમાં પરત મોકલવામાં આવ્યો છે. ચોથી ટેસ્ટ માટે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોસ બટલર છેલ્લી ટેસ્ટ રમી શક્યો ન હતો. તે પિતા બની ગયો છે. આ કારણે તે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. તે પાછો ફર્યો છે. ઇંગ્લેન્ડે હજુ સુધી આ શ્રેણીમાં સ્પિનરને મેદાનમાં ઉતાર્યા નથી. જેક લીચના સમાવેશ બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પાંચમી ટેસ્ટ રમશે.

    4 ટેસ્ટમાં લીધી હતી 18 વિકેટ

    લેફ્ટ આર્મ સ્પિન બોલર જેક લીચ ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં યોજાયેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં સફળ રહ્યો હતો. તેણે ટીમ માટે 29ની એવરેજથી સૌથી વધુ 18 વિકેટ લીધી હતી. ટીમનો અન્ય કોઈ બોલર 10 વિકેટનો આંકડો પણ સ્પર્શી શક્યો નથી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 54 રનમાં 4 વિકેટ હતી. જોકે, ટીમે શ્રેણી 1-3થી ગુમાવી હતી.

    30 વર્ષીય જેક લીચે ઇંગ્લિશ ટીમ માટે 16 ટેસ્ટ રમી છે. તેણે 30 ની સરેરાશથી 62 વિકેટ લીધી છે. બે વખત 5 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 83 રનમાં 5 વિકેટ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 105 મેચમાં 339 વિકેટ લીધી છે. તેણે 22 વખત અને 5 વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

    આ પણ વાંચો: T20 World Cup 2021: વર્લ્ડકપમાંથી આ ઘાતકી સ્પિનરનું પત્તુ થશે કટ, આ બોલરને મળશે ચાન્સ

    પાંચમી ટેસ્ટ માટે 16 સભ્યોની ઇંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કેરેન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, ડેવિડ મલાન, જેક લીચ, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
    Published by:kuldipsinh barot
    First published: