ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યો સૈમ કરેન, કેપ્ટન જોસ બટલર કહ્યું દેખાઇ ધોનીની જલક

ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યો સૈમ કરેન, કેપ્ટન જોસ બટલર કહ્યું દેખાઇ ધોનીની જલક

 • Share this:
  પુણે: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ત્રીજી મેચમાં હરાવીને સીરીઝમાં 2-1થી જીત મેળવી લીધી છે. મેચમાં એક સમયે સૈમ કરેને ભારત માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. પરંતુ બોલરોના સારા પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડની ટીમને જીતવા માટે અસફળ રહી હતી. મહત્વનું છે કે, આ મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સૈમ કરેન વિશે કહ્યું કે, તેની બેટીંગ મહેન્દ્રસિંહ ધોનીની ઝલક જોવા મળી હતી.

  પુણેના એમસીએ સ્ટેડિયમમાં ભારતીય બેસ્ટમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ફરી એકવાર 300 કરતા પણ સ્કોર કર્યો હતો. વિકેટકિપર બેસ્ટમેન ઋષભ પંતે 78 રન કર્યા અને હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 99 રનની પાર્ટનરશીપ કરી હતી. હાર્દિકે 64 રનની ઈંનિંગ રમી હતી.જેમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.  330 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 322 રન કર્યા અને જીતથી માત્ર 7 રન દૂર કર્યા હતા. સૈમ કરેન અંતિમ સમય સુધી ક્રિઝ પર ટકી રહ્યો અને તેણે 83 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી 95 રન કર્યા હતા. આ સિવાય ડેવિડ મલાને 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધારે 4 વિકેટ જ્યારે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. સૈમ કરનની આ બેટીંગને કારણે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.

  સૈમ ભારત સામે નિર્ણાયક મેચમાં એક શ્રેષ્ટ ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યો હતો જેના માટે ધોનીને ઓળખવામાં આવે છે. સૈમ અંત સુધી ઈંગ્લેન્ડની ટીમને જીતાડવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે 200 રનમાંજ 7 વિકેટ ગુમાવી હતી. અને જીતવા માટે 130 જેટલા રન ટાર્ગેટથી દૂર હતો ત્યારે તમામ લોકોને લાગી રહ્યું હતું કે, ભારતીય બોલરો સહેલાઇથી 3 વિકેટ ઝડપથી લઇ લેશે અને ટીમને વહેલી તકે જીત અપાવી દેશે પરંતુ, ઈંગ્લેન્ડની ટીમના નીચલા ક્રમના બેસ્ટમેન સૈમ કરેન અંત સુધી ટકી રહ્યો અને તે સમયે ઈંગ્લેન્ડના કેપ્ટન બટલરે કહ્યું કે, મને સૈમને જોઇને લાગ્યું કે, તે સૈમ નહિ પરંતુ ઘોની બેટીંગ કરી રહ્યો છે.


  બટલરે કહ્યું, 'મને ખૂબ ખાતરી છે કે સેમ આ ઇનિંગ્સ વિશે મહેન્દ્રસિંહ ધોની સાથે વાત કરવાનું પસંદ કરશે. તે જે રીતે રમી રહ્યો હતો, તેવું લાગી રહ્યું હતું કે ધોની આવા સંજોગોમાં મેદાન પર રમે છે. તે આજની મેચ વિશે વાત કરવા માટે સેમ માટે યોગ્ય વ્યક્તિ હશે. દરેક જણ જાણે છે કે તે કેટલો સારો છે. ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરીને તમે ઘણું શીખી શકો છો.
  Published by:kuldipsinh barot
  First published:March 29, 2021, 16:26 pm

  ટૉપ ન્યૂઝ