IND vs ENG: 2021માં જો રૂટનો જલવો, વિરાટ કોહલી કરતા 4 ગણા વધુ રન બનાવ્યા

રૂટે ટેસ્ટ કરિયરની 22મી સદી ફટકારી હતી.

India vs England Second Test: ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) બીજી ટેસ્ટમાં ટીમને સંભાળી છે. તે પ્રથમ ઇનિંગ્સ (IND vs ENG) માં અણનમ 89 રને રમી રહ્યો છે. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે લંચ સુધી ત્રણ વિકેટે 216 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 364 રન બનાવ્યા છે.

 • Share this:
  લોર્ડ્સ: ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે (Joe Root) વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. તે શ્રેણીમાં (IND vs ENG) રમેલી ત્રણેય ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. 2021 ની વાત કરીએ તો કોઈ પણ બેટ્સમેન તેના કરતા વધારે રન બનાવી શક્યો નથી. તે ટેસ્ટમાં 1000 રનના આંકડાને પાર કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન પણ છે. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા(Team India)એ પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શનિવારે લંચ સુધી ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 216 રન બનાવ્યા હતા. રૂટ150+ રન બનાવ્યા બાદ રમી રહ્યો છે.

  જો રૂટે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 64 અને બીજી ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા. તે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 89 રન રમી રહ્યો છે. એટલે કે, વર્તમાન શ્રેણી તેમના માટે શ્રેષ્ઠ સાબિત થઈ છે. 2021 ની વાત કરીએ તો રૂટે અત્યાર સુધીમાં 1153 રન બનાવ્યા છે. અન્ય કોઈ બેટ્સમેન 700 રનના આંકડાને પણ સ્પર્શી શક્યો ન હતો. આ આંકડો સાબિત કરે છે કે રુટે આ વર્ષે શાનદાર રમત દર્શાવી છે. તેણે 4 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. તેમાં બે બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.

  ભારતીય કેપ્ટન કોહલી 271 રન બનાવી શક્યો

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો આ વર્ષે તે 10 ઇનિંગ્સમાં 27 ની સરેરાશથી માત્ર 271 રન જ બનાવી શક્યો છે. 2 અર્ધસદી ફટકારી છે. એટલે કે, કોહલીએ 2021 માં અત્યાર સુધી એક પણ ટેસ્ટ સદી ફટકારી નથી. રૂટની વાત કરીએ તો તેણે 19 ઇનિંગ્સમાં 64 ની સરેરાશથી 1153 રન બનાવ્યા છે. 228 રન તેનો સૌથી મોટો સ્કોર છે. સ્ટ્રાઈક રેટ 56 ની આસપાસ છે. તે જ સમયે, કોહલીનો સ્ટ્રાઇક રેટ 43 છે. એટલે કે રૂટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કરતા 4 ગણાથી વધુ રન બનાવ્યા છે.

  આ પણ વાંચો: ઇંગ્લેન્ડના પ્રશંસકોએ કેએલ રાહુલ પર શેમ્પેઇનના ઢાંકણા ફેંક્યા, કોહલીએ કહ્યું- પાછા ફેંક

  રોહિત શર્મા 669 રન સાથે બીજા નંબર પર

  રોહિત શર્મા 2021 માં સૌથી વધુ ટેસ્ટ રનના મામલે જો રૂટ પછી બીજા નંબર પર છે. તેણે 16 ઇનિંગ્સમાં 48 ની સરેરાશથી 669 રન બનાવ્યા છે. તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અન્ય ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંતે 14 ઇનિંગ્સમાં 52 ની સરેરાશથી 622 રન બનાવ્યા, ચેતેશ્વર પૂજારાએ 15 ઇનિંગ્સમાં 28 ની સરેરાશથી 389 રન બનાવ્યા અને શુભમન ગિલે 13 ઇનિંગ્સમાં 28 ની સરેરાશથી 334 રન બનાવ્યા. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.
  Published by:kuldipsinh barot
  First published: