નવી દિલ્લી: ભારત અને ઈગ્લેન્ડ (India vs England)વચ્ચે ચાલી રહેલી લીડ્સ ટેસ્ટની ત્રીજી ટેસ્ટમાં જોરદાર રમત ચાલી હતી, ત્રીજી ટેસ્ટમાં જો રૂટની શાનદાર બેટીંગને કારણે ભારતને જીતથી દૂર કરી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) અને ચેતેશ્વર પૂજારા (Cheteswar Pujara)ની જોડીએ ટીમને વાપસી કરાવી હતી, પરંતુ અંતે વહેલી વિકેટો પડી જતા ભારતે અંતે હારનો સામનો કરવો પડ્યો હતો.
રૂટે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટની શ્રેણીમાં કહેર મચાવ્યો છે. ત્યારે બીજી બાજુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) રૂટ પર કરવામાં આવેલ એક જૂનું ટ્વીટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે, જેને ડિલીટ કરી નાખવાની માંગ ઉભી કરી છે.
અમિતાભ બચ્ચને 2016 માં આ ટ્વિટ કર્યું હતું, જ્યારે વિરાટ કોહલીએ મોહાલીમાં 51 બોલમાં અણનમ 82 રનની ઈનિંગ રમીને ભારતને ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જે બાદ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્રુ ફ્લિન્ટોફે ટ્વિટ કર્યું હતું કે જો કોહલી આ ગતિએ રન કરતો રહેશે તો તે એક દિવસ જો રૂટ સાથે બરાબરી કરશે.
ફ્લિન્ટોફને જવાબ આપતાં અમિતાભે ટ્વિટ કર્યું હતું કે, રૂટને મૂળમાંથી કોણ ઉખેડી નાખીશું, તેમનું ટ્વીટ હવે વાયરલ થઈ રહ્યું છે. જેના પર ટ્રોલર્સે આ ટ્વીટ ડિલીટ કરવાનું કહી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે રુટે આ ટ્વીટ જોયું છે કે નહીં. યુઝર્સ ઈચ્છે છે કે, અમિતાભ બચ્ચન આ ટ્વીટને દૂર કરે કારણ કે, રૂટે લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સામે જોરદાર બેટિંગ ક છે. આ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતનો 78 રનમાં ઓલ આઉટ થયા બાદ, તેની આ જૂની ટ્વિટ વધુને વધુ વાયરલ થવા લાગી હતી. આ પછી રૂટની ટીમે 432 રન બનાવ્યા. રૂટે શાનદાર 121 રનની ઈનિંગ રમી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર