IND vs ENG:કોણ છે અભિમન્યુ ઈશ્વરન જે શુભમન ગીલની જગ્યા લેશે? દ્રવિડ સાથે છે ખાસ સંબંધ

India vs England Test Series: બંગાળના ઓપનર અભિમન્યુ ઇશ્વરનને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. અત્યારે તે સ્ટેન્ડબાય ટીમમાં છે. શુબમન ગિલની ઈજાને કારણે તેને શ્રેણીમાં (India vs England)સ્થાન મળી શકે છે.

India vs England Test Series: બંગાળના ઓપનર અભિમન્યુ ઇશ્વરનને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. અત્યારે તે સ્ટેન્ડબાય ટીમમાં છે. શુબમન ગિલની ઈજાને કારણે તેને શ્રેણીમાં (India vs England)સ્થાન મળી શકે છે.

  • Share this:
    લંડન: ટીમ ઇન્ડિયા(Team India)એ આવતા મહિનાથી ઇંગ્લેન્ડથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણી (India vs England) 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. બંગાળના ઓપનર અભિમન્યુ ઇશ્વરન(Abhimanyu Easwaran)ને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે ટીમનો ભાગ બની શકે છે. ઈજાના કારણે શુભમન ગીલને સમગ્ર શ્રેણી માંથી બહાર કરી શકાય છે.

    આ 25 વર્ષીય યુવા ખેલાડી અભિમન્યુ ઇશ્વરનની પ્રેરણા ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ છે. અભિમન્યુ બાળપણમાં તેની બેટિંગની રાહ જોતો હતો. સ્પોર્ટ્સ યારી સાથે વાત કરતા અભિમન્યુએ કહ્યું કે, રાહુલ દ્રવિડ મારી પ્રેરણા છે. નાનપણમાં રાહુલ સરની બેટિંગ જોવા માટે રાહ જોતો હતો. હું ભાગ્યશાળી હતો, જ્યારે હું ભારત એ માટે પસંદ કરાયો હતો ત્યારે તે કોચ હતો. મેં તેની પાસેથી ઘણું શીખ્યું છે.

    આ પણ વાંચો: Tokyo Olympic: ટોક્યોમાં કોરોનાના 700 કરતા પણ વધુ કેસ, સતત 11માં દિવસે આંકડો વધ્યો

    ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્ટેન્ડબાય તરીકે પસંદ થયા બાદ અભિમન્યુ ઇશ્વરને કહ્યું કે, મને આ તક મળવાથી ખૂબ આનંદ થાય છે. ઇશ્વરનેને કહ્યું હતું કે, તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની નજીક રહીને ઘણું શીખવા મળશે. ઇશ્વરને આઈપીએલ 2021માં ખરીદદાર ન મળવા પર વ્યથા વ્યક્ત કરી હતી. જોકે તે ખુશ છે કે, તેની પસંદગી ટીમ ઈન્ડિયામાં કરવામાં આવી છે. હવે તે ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી શકે છે.

    આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શુભમન ગીલ શરૂઆતની ટેસ્ટમાંથી થયો બહાર

    અભિમન્યુ ઇશ્વરન ભારત એ ટીમનો સતત ભાગ રહ્યો છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 48.72 છે અને લિસ્ટ એ ક્રિકેટમાં પણ 43 થી વધુની એવરેજથી સ્કોર કરે છે. ઘણા દિગ્ગજોએ બંગાળના આ બેટ્સમેનની પ્રશંસા કરી છે. તેણે 2018-19 રણજી ટ્રોફીમાં 6 મેચ રમી હતી, જેમાં તેણે 861 રન બનાવ્યા હતા. વર્ષ 2018માં જ તેને દેવધર ટ્રોફી માટે ઇન્ડિયાએ ટીમમાં સ્થાન મળ્યું હતું. વર્ષ 2019 માં, તે દુલિપ ટ્રોફી માટે ઇન્ડિયા રેડ ટીમમાં જોડાયો. ઇશ્વરને દુલીપ ટ્રોફીની ફાઈનલમાં 153 રન બનાવ્યા અને તે પછી તેને ઈન્ડિયા એ ટીમમાં સ્થાન મળ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published: