બર્મિંઘમ : ઋષભ પંતે શુક્રવારે ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી (Rishabh Pant century in tests) હતી. પોતાની શાનદાર ઈનિંગ્સના આધારે ટીમ ઈન્ડિયાએ (Team India) ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં (IND vs ENG) પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. એક સમયે ભારતીય ટીમ 98 રનમાં 5 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. પરંતુ પંત (Rishabh Pant)અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) ભાગીદારી કરીને બાજી સંભાળી હતી. ભારતે પ્રથમ દિવસના અંતે 7 વિકેટે 338 રન બનાવી લીધા છે. પંતે 111 બોલમાં 20 ફોર 4 સિક્સર સાથે 146 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા 83 રને રમતમાં છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. મેચમાં પ્રથમ વખત જસપ્રીત બુમરાહને (Jasprit Bumrah) કેપ્ટનશિપ કરવાની તક મળી છે.
પંતે 89 બોલમાં પુરી કરી સદી
24 વર્ષીય રિષભ પંતે 89 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. જેમાં 15 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ સાથે તેના ટેસ્ટમાં 2,000 રન પણ પુરા થઈ ગયા છે. પંત ઈંગ્લેન્ડમાં પોતાની 9મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 2 સદી ફટકારી છે. જ્યારે અન્ય 17 ભારતીય વિકેટકીપર એક સાથે મળીને પણ સદી ફટકારી શક્યા નથી. તેના પરથી પંતના દમદાર પ્રદર્શનને સમજી શકાય છે. SENA દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીંની પિચ બેટ્સમેનો માટે મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ પંતે અહીં પોતાની કારકિર્દીની 5માંથી 4 સદી ફટકારી છે. તેણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ એક-એક સદી ફટકારી છે.
ભારતીય વિકેટકીપર તરીકે ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ઈંગ્લેન્ડમાં રમાયેલી 12 ટેસ્ટમાં 8 અડધી સદી ફટકારી છે. 92 રનની બેસ્ટ ઈનિગ્સ રમી હતી. જેમાં 37ની એવરેજથી 778 રન છે. જ્યારે ફારુખ એન્જિનિયરે 9 ટેસ્ટમાં 38ની સરેરાશથી 563 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ફટકારી હતી. તેમણે 87 રનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. અન્ય કોઈ ભારતીય વિકેટકીપર 500 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી.
આ પહેલા ટોસ હારીને પહેલા રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ગિલ (17) અને પુજારા (13) જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યા હતા. હનુમા વિહારી (20) પણ નિષ્ફળ રહ્યો હતો. તેને મેથ્યુ પોટ્સે આઉટ કર્યો હતો. વિરાટ કોહલી 11 અને શ્રેયસ અય્યર 15 રને આઉટ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર