IND vs ENG: ટીમ ઈન્ડિયા પર સીરીઝ હારવાનો ખતરો! ઓવલમાં અને મૈનચેસ્ટરમાં ટીમનો રેકોર્ડ ખરાબ

5 મેચોની સીરિઝમા બંન્ને ટીમો 1-1 થી બરાબરી પર છે. તસવીર- AP

India vs England 4th Test: વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમની સીરીઝમાં વાપસી કરવા માટે જોરદાર પ્રદર્શન કરવું પડશે. ચોથી ટેસ્ટમાં (Ind vs Eng) ઓવલમાં રમાશે, મેદાન પર રમાયેલી અંતિમ ત્રણ ટેસ્ટોમાં ટીમ ઈન્ડિયામાંને હાર મળી હતી.

  • Share this:
    નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા (Team India)ની ટેસ્ટ સીરીઝમાં સારી શરૂઆત થઈ હતી. ટીમ પહેલી ટેસ્ટમાં (ENG vs IND) જીતની નજીક પહોંચી હતી પરંતુ વરસાદને કારાણે આવું થઈ શક્યું નહિં, લોર્ડ્સમાં રમાયેલા બીજી ટેસ્ટ (teast match)માં ભારતને અંતિમ દિવસે જીત મળી હતી. પાંચ મેચોની સીરીઝમાં અત્યારે 1-1ની બરાબરી છે ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરે ઓવલ (ove)ખાતે આયોજીત થવાની છે. પરંતુ મેદાનમાં ટીમ ઈન્ડિયા (team India)નો રોકોર્ડ ખુબ જ ખરાબ છે.

    ઔવલ મેદાનની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ આ મેદાનમાં અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમી છે અને તેમાંથી માત્ર એક જ ટેસ્ટમાં ટીમને જીત મળી છે. જ્યારે 5 મેચોમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. અને 7 મેચ ડ્રો થઈ હતી. ત્યારે અંતિમ ત્રણ મેચોની વાત કરીએ તો તેમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. બે ટેસ્ટમાં તો એક ઈનિંથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2018માં રમાયેલી મેચમાં કેએલ રાહુલ અને રિષભ પંત માટે આ યાદગાર ઈનિંગ હતી.





    પંત અને રાહુલે મારી હતી સદી

    2018માં થયેલી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમે 332 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે 292 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમાં જાડેજાએ નોટઆઉટ રહીને 86 અને હનુમા વિહારીએ 56 રન કર્યા હતા કેપ્ટન વિરાટ કોહલીએ 49 રન કર્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી 432 રન કરીને ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. આ રીતે ભારતને 464 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જેમાં કોહલી અને પૂજારા શૂન્યમાં આઉટ થયા જ્યારે ધવને એક રન બનાવ્યો હતો. પરંતુ કે,એલ રાહુલે 149 અને પંતે 114 રનની ઈનિંગ રમી ભારતનો સ્કોર 345 સુધી પહોંચાડ્યો હતો.



    રાહલુ દ્રવિડે ફટકારી હતી 2 સદી

    ઓવલમાં ભારતીય બેટિંગની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે 2 સદી સાથે સૌથી વધુ 443 રન બનાવ્યા છે. અન્ય કોઈ ભારતીય અહીં 2 સદી ફટકારી શક્યો નથી. આ સિવાય રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, વિજય મર્ચન્ટ, કપિલ દેવ, કેએલ રાહુલ, અનિલ કુંબલે અને રિષભ પંતે એક -એક સદી ફટકારી છે. કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે અહીં 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 19ની સરેરાશથી માત્ર 75 રન જ બનાવી શક્યો છે. 49 રન તેનો સૌથી મોટો સ્કોર છે.

    આ પણ વાંચો: 

    ટીમ ઇન્ડિયાએ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં છેલ્લી ટેસ્ટ રમવાની છે. ટીમ ઇન્ડિયાનો અહીંનો રેકોર્ડ પણ સારો નથી. ટીમે 1936 થી અત્યાર સુધી એટલે કે 85 વર્ષમાં અહીં 9 ટેસ્ટ રમી છે. ટીમ એકમાં પણ જીતી શકી નથી. ટીમે 4 મેચ હારી છે, જ્યારે 5 મેચ ડ્રો રહી છે. 2014 માં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને એક ઈનિંગ અને 54 રનથી હરાવી હતી.
    Published by:kuldipsinh barot
    First published: