Home /News /sport /Ind vs Eng Day 4: ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય, સીરીઝ 1-1 થી બરાબર

Ind vs Eng Day 4: ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય, સીરીઝ 1-1 થી બરાબર

તસવીર- AP

IND vs ENG Live Score, 3rd Test Match, Day4: ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ (IND vs ENG 3rd Test) હેડિંગલ, લીડ્સ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતે 215 રન કરી 2 વિકેટ ગુમાવી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ત્રીજી ટેસ્ટ (3rd Test Match)માં ટીમ ઇન્ડિયાનો એક ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ દાવ (IND vs ENG)માં 354 રન પાછળ લીડ મેળવી હતી. અને ત્રીજા દિવસના અંત (3rd Test Day 3) સુધીમાં ભારતીય ટીમે (Team India) બીજી ઈનિંગમાં 2 વિકેટે 215 રન બનાવ્યા હતા. જોકે ટીમ હજુ 139થી પાછળ છે. ચેતેશ્વર પૂજારા (Cheteswar Pujara) 91 રને અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) 55 રન કર્યા હતા.  રોહિત શર્મા (Rohit Sharma)એ પણ 59 રન કર્યા હતા. ઈંગ્લેન્ડનો ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરોબર કરી છે.

IND vs ENG Live Update, 3rd Test Match, Day4

  • ઈંગ્લેન્ડની ટીમે 76 રન અને એક ઈનિંગથી થયો ભવ્યા વિજય સિરિઝ 1-1થી બરાબર

  • ભારતને 9મો ફટકો લાગ્યો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 30 રન કર્યા બાદ આઉટ થયો હતો. જાડેજાએ 25 બોલમાં પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

  • ભારતને 254 ના સ્કોર પર 7 મો ફટકો મળ્યો અને શમી (6) ને મોઇન અલીએ બોલ્ડ કર્યો. ઈશાંત શર્મા બેટિંગ કરવા આવ્યો હતો.

  • પંતના આઉટ થયા બાદ તરત જ મોહમ્મદ શમી પણ મોઈન અલીનો શિકાર બન્યો અને ભારતની સાતમી વિકેટ પડી હતી.

  • રહાણે આઉટ થયા બાદ પંત પણ માત્ર એક રન કરીને આઉટ થયો હતો.

  • ભારતીય ટીમને પાંચમો ઝટકો અજીક્ય રહાણેના રૂપમાં મળ્યો હતો. તે માત્ર 10 રન કરીને આઉટ થયો હતો.

  • ભારતી. ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 55 રન કરીને આઉટ થયો હતો.

  • ભારતને ત્રીજો ઝટકો મળ્યો, ચેતેશ્વર પૂજારા (91) રોબિન્સન ના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. તે 9 રનથી સદી ચૂકી ગયો અને વિરાટ સાથે તેની સદીની ભાગીદારી પણ પૂરી થઈ શકી નહીં. બંનેએ ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી.

  • ચોથા દિવસની રમત શરૂ કોહલી અને પૂજારા ક્રિઝ પર


હિટમેન શર્માએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પુજારા આ ઈનિંગમાં આક્રમક ગેમ રમવા માટે આવ્યો હતો. તેણે આવતાની સાથે જ બાઉન્ડ્રી ફટકારીને પોતાનો ક્લાસ દર્શાવ્યો હતો. પુજારાએ પ્રત્યેક લૂસ બોલનો ફાયદો ઉઠાવ્યો હતો.

મહત્વનું છે કે, હેન્ડિગ્લેના મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા 51 વર્ષમાં હારી નથી. ભારતને છેલ્લી વખત 1967માં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટેસ્ટ 2002માં હેડિંગ્લે ખાતે રમી હતી. અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના નેતૃત્વમાં ભારતે એક ઇનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો હતો. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

નોંધનીય છે કે, અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો.

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર (wk), મોઇન અલી, સેમ કેરેન, ક્રેગ ઓવરટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
First published:

Tags: 3rd test, IndVsEng, ક્રિકેટ ન્યૂઝ