Home /News /sport /

Ind vs Eng: હેડિંગ્લેમાં 51 વર્ષોથી નથી હાર્યું ભારત, જાણો કેવો છે ભારતીય ટીમનો અનોખો રાકોર્ડ

Ind vs Eng: હેડિંગ્લેમાં 51 વર્ષોથી નથી હાર્યું ભારત, જાણો કેવો છે ભારતીય ટીમનો અનોખો રાકોર્ડ

ઓસ્ટ્રેલિયન દર્શકો સાથેનો વિવાદ  : વર્ષ 2011 માં સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ભારતીય ખેલાડીઓને અપશબ્દ બોલી રહ્યા હતા. જેના પર વિરાટ કોહલીએ તેમની તરફ ખોટો ઈશારો કર્યો હતો જેના કારણે, તેમના પર મેચની ફીનો 50 ટકા દંડ લગાવવામાં આવ્યો.

India vs England:2002 માં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ હેડિંગ્લે ટેસ્ટમાં સદી ફટકારી ભારતને ઇંગ્લેન્ડ પર મોટી જીત અપાવી હતી.

    નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ બુધવારથી હેડિંગ્લે ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી અને બીજી મેચમાં ભારતે 151 રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટીમ ઇન્ડિયા 19 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવા માટે હેડિંગ્લે મેદાન પર ઉતરશે. છેલ્લી વખત સૌરવ ગાંગુલી(Sourav Ganguly) ના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા 2002 માં આ મેદાન પર ઉતરી હતી અને યજમાનોને એક ઇનિંગ અને 46 રનથી હરાવી હતી.

    આ મેદાન પર ભારતનો રેકોર્ડ (Indian Team record) જેટલો મહાન છે, યજમાન ઇંગ્લેન્ડ (England)નો શરમજનક રેકોર્ડ છે. ભારત છેલ્લા 51 વર્ષથી આ જમીન પર હાર્યું નથી. છેલ્લી વખત 1967 માં તેઓ હાર્યા હતા. જ્યારે 2019 માં એશિઝ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ 67 રનમાં સમેટાઇ ગઇ હતી.

    કોહલીની ટીમ કરશે હેડિંગ્લેમાં ડેબ્યૂ

    વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની આખી ટીમ ઇન્ડિયા (Team India) હેડિંગ્લે ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. વર્તમાન ટીમના કોઈ સભ્યએ આ મેદાન પર ટેસ્ટ મેચ રમી નથી. 2002માં ટીમ ઇન્ડિયા માટે સચિન તેંડુલકર (Sachin Tendulkar), રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને સૌરવ ગાંગુલીએ તે મેચમાં સદી ફટકારી હતી. આ વખતે ચાહકો કેએલ રાહુલ (KL Rahul), રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પાસેથી કંઈક આવી જ અપેક્ષા રાખી રહ્યા છે. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

    આ પણ વાંચો: IND vs ENG 3rd Test:પૂજારાને રીપ્લેસ કરશે સૂર્યકુમાર યાદવ, જાણો શું હશે ભારતની પ્લેઈંગ XI

    બેટિંગ માટે મુશ્કેલ થે હેડિંગ્લેની પિંચ

    હેડિંગ્લેની પીચ છેલ્લા કેટલાક સમયથી બેટિંગ માટે મુશ્કેલ હતી. આ એ જ પીચ છે જ્યાં 2019 માં યજમાન ઇંગ્લેન્ડની ઇનિંગ્સ એશિઝ શ્રેણીમાં 67 રનમાં સમેટાઇ ગઇ હતી. યજમાન ઇંગ્લેન્ડે હેડિંગ્લેમાં રમાયેલી છેલ્લી 10 મેચમાંથી 5 હારી છે અને 4 જીતી છે. એક મેચ ડ્રો રહી હતી. આ મેદાન પર ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો દ્વારા ઇંગ્લેન્ડને હરાવ્યું છે. જોકે છેલ્લી 2 મેચમાં યજમાનોએ અહીં જીત મેળવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Captain virat kohli, IND Vs ENG, Indian Team, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર