IND vs ENG: ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કર્યું Ball Tampering? સોશિયલ મીડિયામાં તસવીરો થઈ વાયરલ

ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમના બુટથી બોલને દબાવી રહ્યા છે અને તેને સ્પાઇક્સથી ઘસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. (તસવીર- Sehwag Twitter)

Ball Tampering in Lord's Test:લોર્ડ્સ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસ દરમિયાન કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં, ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમના બુટથી બોલને દબાવી રહ્યા છે અને તેને સ્પાઇક્સથી ઘસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી વાતો થઈ રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ (IND vs ENG 2nd Test) લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. ભારતે આ મેચના પ્રથમ દાવમાં 364 રન બનાવ્યા હતા, ત્યારબાદ જો રૂટ (180 *) અણનમ સદીની મદદથી 391 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચના ચોથા દિવસ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થઈ રહી છે. આમાં, ઇંગ્લેન્ડના ખેલાડી (english players)ઓ તેમના બુટથી સાથે બોલને દબાવી રહ્યા છે અને તેને સ્પાઇક્સથી ઘસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

    સોશિયલ મીડિયા આ અંગેની કેટલીક તસવીરો શેર કરીને લોકોએ પૂછ્યું કે શું તે 'બોલ ટેમ્પરિંગ'નો કેસ નથી બનતો? એટલું જ નહીં, ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે(Virender Sehwag) તેને લગતી તસવીર શેર કરતા પૂછ્યું, 'શું થઈ રહ્યું છે? શું આ ઇંગ્લેન્ડના ખેલાડીઓની બોલ-ટેમ્પરિંગનો પ્રયાસ છે કે, કોવિડને રોકવાના પગલાં છે?

    ind vs eng ball tampering

    ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર પૂછ્યું- બોલ ટેમ્પરિંગ? આ સિવાય અન્ય ઘણા યુઝર્સે તેને લગતી ઘણી તસવીરો શેર કરી અને લખ્યું - આ ઈંગ્લેન્ડના ખેલાડીઓ સુધરશે નહીં.





    આ પણ વાંચો: 16 દિવસ 1400KM સુધી સતત પગપાળા ચાલીને રાંચી પહોંચ્યો ઘોનીનો આ ફેન

    મેચની વાત કરીએ તો ભારતે ચોથા દિવસે ચાના સમય સુધી 3 વિકેટે 105 રન બનાવ્યા હતા. તેની પાસે કુલ 78 રનની લીડ છે. ચેતેશ્વર પૂજારા 148 બોલમાં 29 અને અજિંક્ય રહાણેએ 74 બોલમાં 24 રન બનાવ્યા બાદ ક્રિઝ પર હતા. કેએલ રાહુલ 5, રોહિત શર્મા 21 અને કેપ્ટન વિરાટ કોહલી 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: