Home /News /sport /

ભારત- ઇંગ્લેન્ડ વન ડે : પંતે વિરાટને પછાડ્યો, સતત 5મી વખત ટીમ ઇન્ડિયાએ 300 રન ફટકાર્યા, આ છે ટોપ 10 રેકોર્ડ

ભારત- ઇંગ્લેન્ડ વન ડે : પંતે વિરાટને પછાડ્યો, સતત 5મી વખત ટીમ ઇન્ડિયાએ 300 રન ફટકાર્યા, આ છે ટોપ 10 રેકોર્ડ

ભારત- ઇંગ્લેન્ડ વન ડે : પંતે વિરાટને પછાડ્યો, સતત 5મી વખત ટીમ ઇન્ડિયાએ 300 રન ફટકાર્યા, આ છે ટોપ 10 રેકોર્ડ

કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન સ્મિથને પાછળ છોડી દીધો

નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન ડે મેચમાં રોમાંચક જંગ દરમિયાન 10 રેકોર્ડ સર્જાયા હતા. ઓપનર જોની બેરિસ્ટો અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તોફાની ઇનિંગ્સ રમી હતી. જેથી ઈંગ્લેન્ડની ટીમે બીજી વનડે 39 બોલ બાકી હતા ત્યાં જ છ વિકેટે જીત મેળવી હતી. ભારતે 6 વિકેટે 336 રનનો સ્કોર ખડકી દીધો હતો. પરંતુ ઇંગ્લેન્ડના ટોચના બેટ્સમેનોએ દાખવેલી તોફાની બેટિંગના કારણે આ સ્કોર પણ નાનો સાબિત થયો હતો. વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે માત્ર ચાર વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં 337 રન બનાવી ત્રણ મેચની શ્રેણી 1-1થી સરભર કરી દીધી હતી. આ મેચમાં સર્જાયેલા રેકોર્ડ્સ ઉપર નજર નાખીએ.

પંતની ધુંઆધાર બેટિંગ

પાંચમા ક્રમે રમવા ઉતરેલા ઋષભ પંતે પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ બેટિંગ કરી 40 બોલમાં 77 રન ફટકાર્યા હતા. ભૂતકાળમાં પંતે 2019માં વિન્ડીઝ સામે 71 રન બનાવ્યા હતા. ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ફક્ત બાઉન્ડ્રીની મદદથી 54 રન બનાવ્યા હતા. સ્ટ્રાઇક રેટ 192.50ની નજીક રહ્યો હતો. પંતે વિરાટ કોહલીને પાછળ છોડી સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ્સમાં 75થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ 2013માં જયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 192.30ના સ્ટ્રાઈક રેટથી અણનમ 100 રન બનાવ્યા હતા.

બેરિસ્ટોએ કોહલીની પાછળ રાખ્યો

ઇંગ્લેન્ડના ઓપનર જોની બેરિસ્ટોએ બીજી વનડે માં શાનદાર સદી ફટકારી હતી. 31મી ઓવરના પ્રથમ બોલમાં સિક્સ ફટકારી બેરિસ્ટોએ કારકિર્દીની 11મી સદી પુરી કરી હતી. આ સદી સાથે જ તેણે વન ડેની સૌથી ઓછી ઇનિંગ્સમાં 11 સદી ફટકારવાના મામલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. તેણે 78 ઇનિંગ્સમાં 11 સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલીએ 82 ઇનિંગ્સમાં 11 સદી કરી હતી. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા ટોચના ક્રમે છે, જેણે 64 ઇનિંગ્સમાં 11 વનડે સદી પૂર્ણ કરી છે. તેના બાદ ક્વિન્ટન ડી કોક(65 ઇનિંગ્સ) અને પાકિસ્તાનના બાબર આઝમ (71 ઇનિંગ્સ)નો નંબર આવે છે.

આ પણ વાંચો - આ સરકારી કંપની આપી રહી છે CNG પંપ સ્ટેશન ખોલવાની તક, વાંચો કેવી રીતે કરવાની રહેશે અરજી

કોહલીએ ત્રીજા નંબર પર 10000થી વધુ રન બનાવ્યા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજી વનડેમાં પોતાના નામે બીજો રેકોર્ડ બનાવ્યો. ત્રીજા ક્રમે બેટિંગ કરતી વખતે તેણે 10,000 રન પૂરા કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પછી તે બીજો ખેલાડી છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. પોન્ટિંગે વનડેમાં ત્રીજા ક્રમે રમી 335 ઇનિંગ્સમાં 12662 રન બનાવ્યા હતા. આ સમયગાળામાં પોન્ટિંગે 29 સદી ફટકારી હતી. જ્યારે કોહલીએ 192 મેચોમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.

કુલદીપની ઓવરમાં 8 સિક્સર

કુલદીપ યાદવે બીજી વનડેની 10 ઓવરમાં 84 રન આપ્યા હતા. તે ખૂબ મોંઘો પડ્યો છે. તેણે છેલ્લી બે મેચમાં 19 ઓવરમાં 152 રન આપ્યા છે. તેણે એક પણ વિકેટ લીધી નથી. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલદીપ યાદવના બોલ પર 8 સિક્સર ફટકારી હતી.

કોહલીએ ગ્રીમ સ્મિથને પાછળ છોડ્યો

કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન સ્મિથને પાછળ છોડી દીધો છે. કેપ્ટન તરીકે 150 મેચમાં ગ્રીન સ્મિથના 5416 રનનો રેકોર્ડ પૂરો કરવા વિરાટ કોહલીને 41 રનની જરૂર હતી. વિરાટ કોહલીએ બીજી વન ડેમાં અડધી સદી ફટકારીને આ સ્થાન હાંસલ કર્યું હતું.

સતત 5મી વનડેમાં 300થી વધુ સ્કોર બનાવી ભારતે રેકોર્ડ સર્જ્યો

ભારતે સતત પાંચમી વનડેમાં 300થી વધુ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં પૂણેમાં 6 વિકેટ ગુમાવીને ભારતે 336 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ વનડેમાં બીજી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉ 2017માં પણ ટીમ ઈન્ડિયાએ આવી રીતે સતત 300થી વધુ રન કર્યા હતા.

આદિલ રાશિદે 9મી વખત વિરાટની વિકેટ લીધી

વિરાટની સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર્સમાં આદિલ રાશિદનો ક્રમ આવે છે. વિરાટ સામે બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટિમ સાઉથીએ વિરાટને સૌથી વધુ 10 વાર આઉટ કર્યો છે. જ્યારે રાશિદે વિરાટને 9 વખત શિકાર બનાવ્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન વિરાટને 8 વખત આઉટ કરી ચુક્યો છે.

મેચમાં કુલ 34 સિક્સર ફટકારી

ભારત અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ આ મેચમાં 34 સિક્સર ફટકારી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ 20 અને ભારતીય બેટ્સમેનોએ 14 સિક્સર મારી હતી. એક જ દાવમાં ભારત સામે સૌથી વધુ સિક્સર ઈંગ્લેન્ડની ટીમે લગાવી છે. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ 13 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઈંગ્લેન્ડની ટીમે 2015માં દક્ષિણ આફ્રિકા દ્વારા લાગવાયેલી 20 સિક્સરની બરાબરી કરી હતી. અત્યાર સુધીમાં વનડે ક્રિકેટમાં એક મેચમાં આટલા બધી સિક્સર માત્ર બે વખત જ જોવા મળી હતી.

કોહલીએ 7મી વાર કર્યું વિરાટ પરાક્રમ

આ મેચમાં વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 62મી અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ વન ડેમાં તેની છેલ્લી ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 89, 63, 56 અને 66 રન બનાવ્યા છે. તેની કારકિર્દીની આવુ સાતમી વખત બન્યું છે, જ્યારે કોહલીએ સતત ચાર મેચોમાં પચાસ કે તેથી વધુ રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડ માટે બેરિસ્ટો અને રોયે સૌથી વધુ સદીની ભાગીદારી નોંધાવી

ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોય અને જોની બેરિસ્ટોએ ભારત સામે સતત બીજી મેચમાં 100 પ્લસ રનની ભાગીદારી નોંધાવી હતી. ઇંગ્લેન્ડ તરફથી આ બંને બેટ્સમેનોએ 47 ઇનિંગ્સમાં 13મી વખત સદી બનાવી ભાગીદારી કરી હતી. આ રેકોર્ડ ઓઈન મોર્ગન અને જો રુટના નામે હતો જેમણે 12 વનડેમાં 100 રનથી વધુની ભાગીદારી કરી હતી.

 
First published:

Tags: England, IND Vs ENG, Record, Rishabh pant, ક્રિકેટ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन