Home /News /sport /ઇંગ્લેન્ડ સામેની સદીને વિરાટે બીજી બેસ્ટ ઇનિંગ્સ ગણાવી, જાણો કઈ છે પ્રથમ નંબરે

ઇંગ્લેન્ડ સામેની સદીને વિરાટે બીજી બેસ્ટ ઇનિંગ્સ ગણાવી, જાણો કઈ છે પ્રથમ નંબરે

વિરાટ કોહલી (તસવીર - ટ્વિટર)

  ઇંગ્લેન્ડ સામે 149 રનની યાદગાર ઇનિંગ્સ રમીને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાને મેચમાં બનાવી રાખ્યું હતું. શાનદાર ઇનિંગ્સ ફટકારી હોવા છતા વિરાટ કોહલીના કારકિર્દીની આ બેસ્ટ ઇનિંગ્સ નથી. આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ જ કર્યો છે. આ યાદગાર ઇનિંગ્સને એડિલેડમાં 4 વર્ષ પહેલા રમેલી 141 રનની ઇનિંગ્સ પછી બીજા નંબરે રાખી છે.

  149 રનની ઇનિંગ્સ રમ્યા પછી વિરાટ કોહલીએ બીસીસીઆઈ ટીવીને કહ્યું હતું કે મને ખબર નથી. આ એડિલેડની ઇનિંગ્સ પછી બીજા નંબરે રહેશે. એડિલેડની ઇનિંગ્સ મારા માટે ખાસ છે. તે બીજી ઇનિંગ્સ હતી અને અમે પાંચમાં દિવસે 364 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યા હતા.

   વિરાટે કહ્યું હતું કે મારા મગજમાં સ્પષ્ટ હતું કે અમારે લક્ષ્યાંક મેળવવાનો છે. હું તે ઇનિંગ્સને લઈને ઘણો ખુશ છું. કોહલીએ એડિલેડની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી પણ ભારત 48 રનથી હારી ગયું હતું. કોહલીએ જણાવ્યું હતું કે આ ફક્ત પ્રથમ મેચમાં સદીની વાત નથી પણ આ લયને જાળવી રાખવી જરૂરી છે. હું આઉટ થવાથી ઘણો નિરાશ હતો કારણ કે અમે 10-15 રનની લીડ મેળવી શકતા હતા. હું મારી તૈયારીથી ખુશ છું. દુનિયાની ચિંતા કરતો નથી. આ માનસિક અને શારીરિક તાકાતની પરીક્ષા હતી પણ મને આનંદ છે કે અમે તેમના સ્કોરની નજીક પહોંચી ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: 1st Test, IND Vs ENG, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन