Home /News /sport /Ind vs Eng : રુટની બેવડી સદી, બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 555/8

Ind vs Eng : રુટની બેવડી સદી, બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 555/8

Ind vs Eng

જો રૂટના 218 રન, બેન સ્ટોક્સ 82

    ચેન્નાઈ: જો રુટની બેવડી સદી (218) અને બેન સ્ટોક્સના 82 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસે અંતે ઇંગ્લેન્ડે 8 વિકેટે 555 રન બનાવી લીધા છે. દિવસના અંતે ડોમિનિક બેસ 28 અને જેક લેચ 6 રને રમતમાં છે. ભારત તરફથી બુમરાહ, ઇશાંત, અશ્વિન અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ ઝડપી છે.

    અપડેટ્સ:

    >> ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ચેન્નાઈ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્નિનના બોલ પર છગ્ગો ફટકારીને પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી. રૂટે છેલ્લી ત્રણ ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે. રૂટની કારકિર્દીની આ પાંચમી બેવડી સદી છે, જ્યારે ભારત વિરુદ્ધ તેની પ્રથમ બેવડી સદી છે.

    >> જો રૂટ એશિયાની ધરતી પર પાંચ સદી ફટકારી હોય તેવો પ્રથમ બેટ્સમેન બન્યો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકેને પાછળ રાખ્યો, જેણે ચાર સદી ફટકારી હતી. રૂટે ભારતમાં બે, શ્રીલંકામાં ત્રણ દી ફટકારી છે.

    >> ભારતીય સ્પિનર શાહબાઝ નદીમે બેન સ્ટોકને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને ચોથી સફળતા અપાવી હતી. બેન સ્ટોક 118 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટ અને સ્ટોક વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી થઈ હતી.

    >> લંચ બ્રેક સુધી ઇંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 355 રન થયો છે. બીજી તરફ ભારત વિકેટ ઝડપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    >> બેન સ્ટોક્સે 73 રનમાં અડધી સદી ફટકારી છે. જ્યારે જો રૂટે સતત ત્રીજી ટેસ્ટમાં 150+ રન બનાવ્યા છે.



    ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

    ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chennai Test, England, India vs england, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन