Home /News /sport /

IND vs ENG : સ્ટોક્સે કોહલીને આઉટ કરવા બનાવ્યો હતો ખાસ પ્લાન, કયો હતો આ પ્લાન

IND vs ENG : સ્ટોક્સે કોહલીને આઉટ કરવા બનાવ્યો હતો ખાસ પ્લાન, કયો હતો આ પ્લાન

વિરાટ કોહલીને આઉટ કર્યા પછી ઉત્સાહિત બેન સ્ટોક્સ (તસવીર સાભાર - ટ્વિટર)

    બર્મિંઘમ ટેસ્ટના ચોથા દિવસે ભારતની આશા વિરાટ કોહલી પર ટકેલી હતી. જોકે બેન સ્ટોક્સે તેને આઉટ કરીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. સ્ટોક્સે ભારતની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે બતાવ્યું હતું કે કોહલીને આઉટ કરવા માટે તેણે કેવો ખાસ પ્લાન બનાવ્યો હતો. સ્ટોક્સે મેચ પછી કહ્યું હતું કે કોહલીની વિકેટ ઘણી ખાસ હતી. ભારતીય સુકાનીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. પ્રથમ ઇનિંગ્સમાં પણ તેણે જબરજસ્ત બેટિંગ કરી હતી. સ્ટોક્સે કહ્યું હતું કે આઉટ સ્વિંગથી નિપટવા માટે તે ઓફ સ્ટમ્પની બહાર આવતો હતો તેથી મેં બોલને અંદર લાવવાનો પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાન સફળ રહ્યા હતા. આ રીતે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. વિરાટ કોહલી 51 રને સ્ટોક્સના બોલ પર એલબી આઉટ થયો હતો.

    ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા માટે ચોથી ઇનિંગ્સમાં 194 રનની જરૂર હતી. જોકે ટીમ ઇન્ડિયા 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    સ્ટોક્સે કહ્યું હતું કે આ જીત શાનદાર હતી. ત્રીજા દિવસે પણ અમે બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. મને લાગે છે કે અમારી થોડી વધારે લીડ લેવાની જરૂર હતી. આ જીતનો ભાગ બનીને ઘણો ખુશ છું. સ્ટોક્સે 20 વર્ષના ઓલરાઉન્ડર સેમ કુરેનની પ્રશંસા કરતા કહ્યું હતું કે નાની ઉંમરમાં તેણે જે રીતે મેચ્યોરિટી બતાવી છે પ્રશંસાને પાત્ર છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ben stokes, IND vs ENG 1st Test, Wicket, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन