Home /News /sport /

IND vs END: અશ્વિન vs રુટ- સ્ટોક્સ અને આર્ચર vs વિરાટ બ્રિગેડ! ઘણો રસપ્રદ રહેશે આ મુકાબલો

IND vs END: અશ્વિન vs રુટ- સ્ટોક્સ અને આર્ચર vs વિરાટ બ્રિગેડ! ઘણો રસપ્રદ રહેશે આ મુકાબલો

વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટની ફાઇલ તસવીર

આ મુકાબલો ફક્ત બે ટીમો વચ્ચે જ નથી. ટીમના મુકાબલા વચ્ચે કેટલાક ખેલાડીઓ વચ્ચે પણ એક જંગ ચાલતો રહેશે

  અયાઝ મેમણ

  ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીમાં ત્રણ મુકાબલા પર બધાની નજર છે. પ્રથમ આર અશ્વિન વર્સિસ જો રુટ, બેન સ્ટોક્સ, બીજો જેમ્સ એન્ડરસન વિ. કોહલી-રોહિત અને જોફ્રા આર્ચાર વર્સિસ ગિલ-પૂજારા-રહાણે. ઇંગ્લેન્ડ હાલ પોતાના ફાસ્ટ બોલરો માટે રોટેશન પોલિસી અપનાવી રહ્યું છે. આ અંતર્ગત એન્ડરસન, બ્રોડ, ક્રિસ વોક્સ અમે સેમ કરેનને કેટલીક મેચોમાં આરામ આપવો નક્કી છે. જોકે આર્ચરને બધી ચારેય ટેસ્ટ મેચમાં તક આપે તેવું લાગી રહ્યું છે. ભારતના ઘણા ખેલાડી ઇજા પછી વાપસી કરી રહ્યા છે. આવામાં કોઇ ખેલાડીને રેસ્ટ આપે તેવી આશા ઓછી છે.

  અશ્વિન વર્સિસ જો રુટ-બેન સ્ટોક્સ

  ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરેલ પ્રદર્શન યાદ કરીએ તો સૌથી પહેલા તેની લડાયક બેટિંગ યાદ આવે છે. તેણે સિડની ટેસ્ટમાં બહાદુરી સાથે બેટિંગ કરીને ભારતને પરાજયથી બચાવ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અશ્વિનની સૌથી મોટી સફળતા સ્ટિવ સ્મિથ અને માર્નસ લેબુશેનને કાબુમાં રાખવાની હતી. ભારતીય ટીમ આશા કરી રહી હશે કે તે ઇંગ્લેન્ડ સામે પણ આવું પ્રદર્શન કરે. ખાસ કરીને જો રુટ અને બેન સ્ટોક્સ સામે, જે સ્વીપ શોટ સુંદરતાથી રમે છે.

  જોફ્રા આર્ચર વર્સિસ પૂજારા-રહાણે

  જોફ્રા આર્ચર છેલ્લા વર્ષોમાં દુનિયાનો સૌથી ખતરનાર બોલર બનીને ઉભર્યો છે. એશિઝ 2019માં આર્ચર અને સ્ટિવ સ્મિથના મુકાબલાએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું. સ્મિથે તે શ્રેણીમાં 700થી વધારે રન બનાવ્યા હતા પણ આર્ચર સામે ક્યારેય પૂરી રીતે નિયંત્રણથી બેટિંગ કરી શક્યો ન હતો. જોકે હાલ વિશ્વાસ સાથે ના કહીં શકાય કે આર્ચર તે જ અંદાજમાં ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકશે. હાલમાં ગિલ, પૂજારા અને રહાણેએ સ્ટાર્ક, કમિન્સ, હેઝલવુડના આક્રમક સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આર્ચર પાસે આઈપીએલના કારણે ભારતમાં રમવાનો અનુભવ છે. ઇંગ્લિશ કેપ્ટન જો રુટને આશા રહેશે કે તેનો ફાયદો ઉઠાવવામાં સફળ રહેશે.

  આ પણ વાંચો - આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

  એન્ડરસન-બ્રોડ વર્સિસ રોહિત-કોહલી

  લેટ સ્વિંગ નિયંત્રિત રીતે કરવામાં આવે તો સારા-સારા બેટ્સમેનોને સંકટમાં મૂકી દે છે. ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ આવા બોલ ફેંકવામાં માહેર છે. આ બંને બોલરો મળીને 1000થી વધારે ટેસ્ટ વિકેટ ઝડપી ચૂક્યા છે. ભારતીય પિચો પર તેમને વધારે મદદ નહીં મળે પણ ઇંગ્લેન્ડની ટીમ આશા કરી રહી હશે કે વિરાટ કોહલી અને રોહિત શર્માની વિકેટ લઈ લે. આ બંને બેટ્સમેનો શોટ રમવાની વધારે શોધમાં હોય છે. આવામાં લેટ સ્વિંગ બંનેને પરેશાન કરી શકે છે.

  તો એ માની લો કે આ મુકાબલો ફક્ત બે ટીમો વચ્ચે જ નથી. ટીમના મુકાબલા વચ્ચે કેટલાક ખેલાડીઓ વચ્ચે પણ એક જંગ ચાલતો રહેશે. હવે જોવું રહ્યું કે ખેલાડીઓના આ જંગમાં કોણ બાજી મારે છે અને કઈ ટીમને તેનો ફાયદો મળે છે.

  (ડિસ્ક્લેમર - આ લેખકના અંગત વિચાર છે.)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ben stokes, Joe root, Jofra archer, R ashwin, વિરાટ કોહલી

  આગામી સમાચાર