Home /News /sport /IND vs END: કોહલી એક ટેસ્ટની બંન્ને ઈનિંગમાં કુલ 100 રન કરવામાં પણ અસફળ, જુઓ આંકડા
IND vs END: કોહલી એક ટેસ્ટની બંન્ને ઈનિંગમાં કુલ 100 રન કરવામાં પણ અસફળ, જુઓ આંકડા
નવેમ્બર 2019થી વિરાટ કોહલી ટેસ્ટની બંને ઇનિંગ્સને જોડ્તા કુલ 100 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી.
India vs England 4th Test: વિરાટ કોહલી (Virat Kohli) ચોથા ટેસ્ટની બીજી ઈનિંગમાં 44 રન કરીને આઉટ થયો હતો. પહેલી ઈનિંગમાં તેણે 50 રન બનાવ્યા હતા. બંન્ને ઈનિંગમાં કુલ તેણે 94 રન કર્યા હતા. ગત 12 ટેસ્ટમાં કોહલી એક પણ મેચની બંન્ને ઈનિંગમાં કુલ 100 રન કરી શક્યો નથી.
ઓવલ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બીજી ઈનિંગમાં પણ 44 રને આઉટ થયો હતો. ચોથી ટેસ્ટમાં (IND vs ENG) પહેલી ઇનિંગમાં કોહલીએ 50 રન કર્યા હતા. આ રીતે બંન્ને ઈનિંગમાં કુલ મળીને કોહલીએ 94 રન કર્યા હતા. તેણે નવેમ્બર 2019 બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી નથી. એટલુ જ નહિ ટેસ્ટમાં 100 રન સુધી બનાવી શક્યો નથી. ટીમ ઈન્ડિયાએ મેચમાં પહેલી ઈનિંગમાં 191 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 290 રન કર્યા હતા. આ રીતે તેણે 99 રનની લીડ કરી હતી.
નવેમ્બર 2019થી વિરાટ કોહલી ટેસ્ટની બંને ઇનિંગ્સને જોડ્તા કુલ 100 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી. નવેમ્બર 2019માં તેણે બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. પછી તેને માત્ર એક ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી. આ પછી, 12 ટેસ્ટમાં તે 100 રન સુધી પહોંચી શક્યો નથી. આ પછી, વિરાટ કોહલીએ વર્તમાન ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટમાં એક મેચમાં સૌથી વધુ 94 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીના છેલ્લા 12 ટેસ્ટના રેકોર્ડ પર નજર કરીએ તો તે 5 ટેસ્ટમાં 50 રન સુધી પણ પહોંચી શક્યો ન હતો. આ દરમિયાન વિરાટ કોહલીનો સૌથી મોટો સ્કોર 74 રન રહ્યો છે. તેણે ડિસેમ્બર 2020 માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે આ સ્કોર બનાવ્યો હતો. વર્તમાન શ્રેણીની છેલ્લી ત્રણ ઇનિંગ્સની વાત કરીએ તો કોહલીએ ચોક્કસપણે વાપસીના સંકેતો આપ્યા છે. તેણે 55, 50 અને 44 રન બનાવ્યા છે. જોકે તે તેને સદીમાં ફેરવી શક્યો ન હતો.
ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં સારી શરૂઆત કરી હતી. પ્રથમ ટેસ્ટમાં ટીમ જીતની નજીક હતી, પરંતુ છેલ્લા દિવસની રમત વરસાદને કારણે ડ્રો થઈ હતી. ટીમે છેલ્લા દિવસે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ 151 રનથી જીતી હતી. પરંતુ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને મોટી હાર મળી હતી. ઈંગ્લેન્ડે તેને ઈનિંગ્સ અને 76 રનથી હરાવ્યું. ટીમ ઇન્ડિયા મેચના પ્રથમ દાવમાં માત્ર 78 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ટીમ 191 રનમાં સમેટાઇ ગઇ હતી. નબળી બેટિંગના કારણે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર