IND vs ENG: ટીમ ઇન્ડિયા વન્ડે માટે તૈયાર, વિરાટ કોહલી ને લઈને ચિંતા યથાવત
IND vs ENG: ટીમ ઇન્ડિયા વન્ડે માટે તૈયાર, વિરાટ કોહલી ને લઈને ચિંતા યથાવત
વિરાટ કોહલી
India vs England ODI Series: રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની વન્ડે શ્રેણી માટે તૈયાર છે. ટી-20 સિરીઝ 2-1 થી જીત્યા પછી ભારત મજબૂત સ્થિતિમાં છે.
India Cricket : ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને ટી-20 પૂર્ણ કર્યા બાદ હવે બંને દેશ વન્ડે સિરીઝ રમશે. જેમાં કુલ 3 વન્ડે મેચ રમાશે. ભારતે ટી-20 માં ધમાકેદાર પ્રદર્શન કરતા સિરીઝ પોતાના કબ્જે કરી હતી. કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમનું આક્રમક પ્રદર્શન જાળવી રાખવું અતિ જરૂરી છે. ઇંગ્લેન્ડે છેલ્લા થોડા વર્ષોથી પોતાના આક્રમક ખેલને લીધે વેન્ડે રમવાનો નવો માર્ગ અપનાવ્યો છે અને તેનો ફાયદો તેઓને 2019 ના વર્લ્ડ કપ વખતે થયો હતો. આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે હવેના દરેક મેચ મહત્વપૂર્ણ રહેશે. એવામાં વિરાટ કોહલીના (Virat Kohli) ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય ટીમ ઓવલ ખાતે વૈકલ્પિક પ્રશિક્ષણ શિબિર કરશે, જેમાં T20 થી ODI શ્રેણીમાં ફેરફારને સમાયોજિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ODI શ્રેણીમાં શિખર ધવનનું ખુબજ મહત્વ રહેશે, કારણકે તેમને આગામી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાશમાં ટીમનું નેતૃત્વ કરવાનું છે. ઇન્ટરનેશનલ શ્રેણી હોય કે પછી પ્રીમિયર લીગ, ડાબોળી બેટ્સમેન ધવન સારા રન બનાવતો આવ્યો છે.
વનડેમાં સેટલ થવાનો સમય મળશે
ભારતીય ચાહકો વિરાટ કોહલીના લયમાં પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. જોકે પાછળના થોડા મેચોમાં તેમનાથી રન બની શક્ય નથી. ટીમના નવા અભિગમને જોતા તેમના પર પહેલા બોલથીજ રન બનાવવાનું દબાણ હશે. જોકે ODI ફોરમેટમાં તેની પાસે સેટલ થવાનો સમય રહેશે. રવિવારે રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં તેણે 6 બોલની ઈનિંગમાં શાનદાર ફોર અને સિક્સર ફટકારી હતી, પરંતુ લાંબી ઇનિંગ રમવામાં અસફળ રહ્યો હતો.
બટલરની પણ થશે પરીક્ષા
મોર્ગનના સન્યાશ પછી જોશ બટલરની આ પહેલી સિરીઝ છે. ટીમ ટી-20 સિરીઝની નિરાશા દૂર કરવા મેદાનમાં ઉતરશે. ખુદ કેપ્ટન પણ પોતાના ખરાબ પ્રદર્શનને સુધારવાની કોસીસમાં રહેશે. જોકે, બેન સ્ટોક્સ, જો રૂટ અને જોની બેરસ્ટો જેવા દિગ્ગજોના આગમનથી ટીમને ઘણી તાકાત મળશે.