રોહિત શર્માનું મોટું નિવેદન- કોહલી માટે આ જીત માથાનો દુખાવો સાબિત થશે

News18 Gujarati
Updated: November 11, 2019, 11:17 AM IST
રોહિત શર્માનું મોટું નિવેદન- કોહલી માટે આ જીત માથાનો દુખાવો સાબિત થશે
વિરાટ કોહલી અને રોહિત શર્મા (ફાઇલ તસવીર)

ટી20 સીરીઝ જીત્યા બાદ રોહિત શર્માએ ખુશી વ્યક્ત કરતાં કહ્યુ કે, આ જીત બોલરોને આભારી

  • Share this:
નાગપુર : દિલ્હી ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India)એ બાંગ્લાદેશ (Bangladesh)ને રાજકોટ અને પછી નાગપુરમાં હરાવીને ટી20 સીરીઝ પર કબજો કરી લીધો. ટીમ ઈન્ડિયાએ રવિવારે બાંગ્લાદેશને 30 રને હરાવ્યું. રોહિત શર્મા (Rohit Sharma) આ જીતથી ખૂબ જ ખુશ દેખાયો અને તેણે તેનો સમગ્ર શ્રેય બોલરોને આપ્યો. રોહિત શર્માએ હેટ્રિક લેનારા બોલર દીપક ચહર અને યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને શિવમ દુબે (Shivam Dube)ના વખાણ કર્યા. સાથોસાથ તેણે એમ પણ કહ્યુ કે, આ જીત વિરાટ કોહલી (Virat Kohli) માટે માથાનો દુખાવો સાબિત થશે.

વિરાટનો માથાનો દુખાવો વધ્યો!

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ (India vs Bangladesh)ની વિરુદ્ધ અંતિમ ટી20માં જોરદાર વાપસી કરી અને તેનાથી ખૂબ ખુશ રાહિત શર્માએ કહ્યુ કે, જો ટીમ ઈન્ડિયા આવું જ પ્રદર્શન કરતી રહે તો ટી20 વર્લ્ડ કપથી પહેલા વિરાટ કોહલી અને સિલેક્ટર્સ માટે માથાનો દુખાવાનો વિષય છે. ટીમના તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યુ અને એવામાં એ નક્કી કરવું મુશ્કેલ હશે કે ટી20 વર્લ્ડ કપમાં કોને તક આપવામાં આવશે અને કોને બહાર રાખવામાં આવે.

બોલરોએ જીત અપાવી

રોહિત શર્માએ બોલરોને આ જીતનો શ્રેય આપ્યો. રોહિત શર્માએ મેચ બાદ કહ્યુ કે, અમે આ મકેચ બોલરોને કારણે જીત્યા. સ્થિતિ ખૂબ મુશ્કેલ હતી કારણ કે મેદાન પર ઝાકળ પડી રહી હતી. એક સમયે તેમના માટે જીત સરળ લાગી રહી હતી કારણ કે તેમને 8 ઓવરમાં માત્ર 70 રન કરવાના હતા. અમે જોરદાર વાપસી કરી. ખેલાડીઓએ જવાબદારી ઉઠાવી અને જોરદાર પ્રદર્શન કર્યું.

રોહિત શર્માએ પોતાની જર્સી પર બનેલા નિશાન તરફ ઈશારો કરતાં આગળ કહ્યુ કે, અમે આપણા દેશ માટે રમીએ છીએ. હું સમજી શકું છું કે જ્યારે વિકેટ નથી પડતી તો પોતાના મનોબળને ઉપર રાખવો મુશ્કેલ હોય છે. મને બસ તેમને યાદ અપાવવું પડશે કે તેઓ આખરે કઈ ટીમ માટે રમી રહ્યા છે. જીતનો શ્રેય બોલરોને જાય છે. સાથોસાથ બેટ્સમેનોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. જે રીતે રાહુલ અને અય્યરે રમત દર્શાવી તે વખાણવાલાયક છે. અમે અમારી ટીમથી ઈચ્છીએ છીએ કે ખેલાડી પોતાની જવાબદારી ઉઠાવે.આ પણ વાંચો, દીપક ચાહર ટી20માં હેટ્રિક લેનારો પહેલો ભારતીય, 6 વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
First published: November 11, 2019, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading