રાજકોટ : રોહિત શર્માએ કહ્યું, 'હું અને શિખર ઇનિંગની શરૂઆત આક્રમક કરીશું'

ગઈ મૅચમાં બૉલર્સ નહિ પરંતુ અમારી ટીમ હારી હતી. તે સમજવું જરૂરી છે કે આ બધા બૉલર્સ યુવા છે અને સમય સાથે તેમની રમતનું સ્તર ઉપર જ જશે.

News18 Gujarati
Updated: November 6, 2019, 11:05 PM IST
રાજકોટ : રોહિત શર્માએ કહ્યું, 'હું અને શિખર ઇનિંગની શરૂઆત આક્રમક કરીશું'
રોહિત શર્માએ કહ્યું કે જીતનું પ્રેશર બૉલર્સ પર નહીં સમગ્ર ટીમ પર હોય છે.
News18 Gujarati
Updated: November 6, 2019, 11:05 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારત-બાંગ્લાદેશ (india v/s Bangladesh) વચ્ચે રમાનારી બીજી T-20 ઇન્ટરનેશનલ મૅચ માટે ટીમ ઇન્ડિયાએ આજે રાજકોટમાં (Rajkot) ખંઢેરી (Khandheri)મુકામે આવેલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. દરમિયાન રાજકોટમાં ટીમના કેટલાક ક્રિકેટરો ફિલ્મ પણ નિહાળી હતી. આવતીકાલે યોજાનારી મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)એ પત્રકારો સાથે વાતચીત કરી હતી. રોહિત શર્માએ જણાવ્યું હતું કે ગત મૅચમાં ફક્ત બૉલર્સની નહીં ટીમની હાર થઈ હતી. આવતીકાલની મૅચમાં શિખર ધવન (shikhar Dhawan) અને હું એગ્રેસેવિ ઇનિંગની શરૂઆત કરીશું.'

રોહિત શર્માએ જણાવ્યું ,'મહેમાન ટીમે ગઈ મૅચમાં સારી બેટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પૂરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતી રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે'

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડાની અસર : સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વરસાદ, ગોંડલમાં પવન સાથે 2.5 ઇંચ

'મૅચ જીતવાનું પ્રેશર આખી ટીમ પર '

ગઈ મૅચમાં બૉલર્સ નહિ પરંતુ અમારી ટીમ હારી હતી. તે સમજવું જરૂરી છે કે આ બધા બૉલર્સ યુવા છે અને સમય સાથે તેમની રમતનું સ્તર ઉપર જ જશે. બધા સારો દેખાવ કરે તે બીજી ટી-20 જીતવા માટે જરૂરી છે. એક ટીમ તરીકે અમારે ગઈ મૅચની ભૂલોને સુધારવી જરૂરી છે. અમે તેના પર કામ કર્યું છે. તમે એવું નહિ કહી શકો કે બૉલર્સ પર પ્રેસર છે, મૅચ જીતવાનું પ્રેસર આખી ટીમ પર છે.

આ પણ વાંચો : કૉંગ્રેસના ભગા બારડ તાલાળાના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે
Loading...

'T-20 દ્વારા વન-ડે અને ટેસ્ટ માટે પ્લેયર તૈયાર કરવા માંગીએ છીએ'

અમે આ ફોર્મેટમાં બહુ બધા પ્લેયર્સને તક આપી રહ્યા છીએ. અમારા મુખ્ય ખેલાડીઓ આ સિરીઝમાં રમી રહ્યા નથી. અમે આ ફોર્મેટમાં વધુને વધુ પ્લેયર્સને તક આપીને તેમને ટેસ્ટ અને વનડે માટે પણ તૈયાર કરવા માંગીએ છીએ. આપણે અગાઉ જોયું છે કે પ્લેયર્સ આ ફોર્મેટમાં સારો દેખાવ કરીને વનડે અને ટી-20 ટીમનો ભાગ બન્યા છે. મેં પણ ટી-20થી શરૂઆત કરી હતી. જોકે મૅચ જીતવી અમારી ટોપ પ્રાયોરિટી છે અને અમે તેના માટે જ આવતીકાલે રમીશું.
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...