ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો 34 રને પરાજય થયો હતો. ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ટીમ ઇન્ડિયા માટે આ પરાજય આશ્ચર્ચચકિત હતો. આ પરાજયની સાથે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 1-0થી પાછળ થઈ ગઈ છે. હવે ટીમે શ્રેણીમાં ટકી રહેવા માટે બીજી મેચમાં વિજય મેળવવો પડશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 જાન્યુઆરીએ એડિલેડમાં બીજી વન-ડે રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા એક મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. બીજી વન-ડેમાં દિનેશ કાર્તિકના સ્થાને કેદાર જાધવનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરી શકે છે.
સિડનીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં દિનેશ કાર્તિક બેટિંગથી કોઈ કમાલ કરી શક્યો ન હતો. દિનેશ કાર્તિક એવા સમયે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો જ્યારે ટીમ સંઘર્ષ કરી રહી હતી. કાર્તિકે 21 બોલમાં 12 રન બનાવ્યા હતા. તે એકપણ બાઉન્ડ્રી ફટકારી શક્યો ન હતો.
કેદાર જાધવ ટીમમાં બેટિંગમાં જ નહીં બોલિંગમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. જાધવ હંમેશા જરુર હોય ત્યારે વિકેટ ઝડપવામાં સક્ષમ છે. આ સિવાય આક્રમક બેટિંગ પણ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર