Home /News /sport /વિરાટે 1205 દિવસના દુકાળનો અંત આણ્યો, રેકોર્ડ્સનો વરસાદ કરી દીધો, સોશ્યલ મીડિયા ફીદા

વિરાટે 1205 દિવસના દુકાળનો અંત આણ્યો, રેકોર્ડ્સનો વરસાદ કરી દીધો, સોશ્યલ મીડિયા ફીદા

virat kohli century

VIRAT KOHLI CENTURY: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોહલીએ 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 28મી સદી છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 75મી સદી છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં આ 28મી સદી છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 75મી સદી છે. કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી 4 મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં આ શાનદાર ઇનિંગ રમી હતી.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને કોહલીની સદીની ઉજવણી કરી હતી.



આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી સદી 22 નવેમ્બર 2019ના રોજ ફટકારી હતી. અમદાવાદમાં કિંગ કોહલીએ 241 બોલમાં 5 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. આ લગભગ 3 વર્ષ બાદ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી છે.  અગાઉ કોહલીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે 139 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો: VIRAT KOHLI: ત્રણ વર્ષ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગર્જ્યો સિંહ, કિંગ કોહલીની 75મી સદી, સચિનના રેકોર્ડની નજીક

ઓસ્ટ્રેલિયા સામે 16મી સદી

વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામે આ કુલ 16મી સદી છે જ્યારે સિનિયર સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 20 સદી ફટકારી છે. તો વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા સામે 12 સદી ફટકારી છે.



લોકેટને કિસ કરીને કરી ઉજવણી

વિરાટ કોહલીએ વેડિંગ રિંગને કિસ કરીને તેની શાનદાર સદીની ઉજવણી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે કોહલી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે આ તેની આઠમી ટેસ્ટ સદી છે. આ યાદીમાં સચિન 11 સદી સાથે પ્રથમ જ્યારે અનુભવી સુનીલ ગાવસ્કર 8 સદી સાથે બીજા સ્થાને છે.

વિરાટ કોહલીએ ઘરની ધરતી પર 4000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. કોહલી દેશમાં ટેસ્ટમાં 4000 કે તેથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય બન્યો છે.
First published:

Tags: Ahmedabad Test, IND vs AUS, Virat kohli record