Home /News /sport /IND VS AUS: કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં કોહલીએ કર્યું એ કામ જે હાર્દિક પંડ્યા કરવુ જોઈતુ હતુ

IND VS AUS: કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં કોહલીએ કર્યું એ કામ જે હાર્દિક પંડ્યા કરવુ જોઈતુ હતુ

virat kohli team india

INDIA VS AUSTRALIA: કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ત્યારે હાર્દિકની એક ફરજ કોહલીએ પૂરી કરી હતી.

INDIA VS AUSTRALIA ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સાથે ગુજ્જુ બોય હાર્દિક ટીમનો 27 મો વનડે કેપ્ટન બની ગયો છે. મુંબઈમાં કેપ્ટન પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને વિરોધી ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.

વિરાટે કર્યું સંબોધન

દરેક મેચ અગાઉ ટીમના કેપ્ટન પોતાની ટીમને એક નાનકડું સંબોધન કરતાં  હોય છે. જેનાથી ટીમમાં જુસ્સો અને ટીમ સ્પિરિટની ભાવના વધતી હોય છે. ગ્રાઉન્ડ પર આખી ટીમ એક સર્કલમાં ઊભા રહીને આ રીતે કેપ્ટનના સલાહ સૂચનો સાંભળતા હોય છે. આ જ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી જ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની જગ્યાએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સંબોધન કર્યું હતું.IND VS AUS રેકોર્ડ કાર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 143 વનડે રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. એટ્લે કે વધારે વખત તે જીત્યા છે. ભારત સામે કાંગારૂ ટીમે 80 મેચ જીતી છે. આ સાથે જ ભારતીય અત્યાર સુધીમાં ટીમે 53 મેચ જીતી છે. આ સિવાય 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

ભારતનો 27મો ODI કેપ્ટન બન્યો હાર્દિક

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ થતાંની સાથે જ ODI ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પંડ્યા 27મો કેપ્ટન બન્યો છે. તેમના પહેલા સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, એમએસ ધોની, વિરાટ કોહલી જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી ચુક્યા છે. પ્રથમ વનડેમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતાની સાથે જ પંડ્યા હવે આ દિગ્ગજોની વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે.

રાહુલે કર્યું વિકેટ કીપીંગ

"કે એવો ફેરફાર કર્યો હતો જે કોઇની સમજમાં આવ્યો નહોતો. આ ટીમમાં બે વિકેટકીપર બેટ્સમેનને સ્થાન મળ્યુ હતુ. એક ડાબોડી ઓપનર બેટ્સમેન ઈશાન કિશન. અને બીજો લોકેશ રાહુલ કે જે હાર્દિકનો સારો મિત્ર પણ માનવમાં આવે છે. પરંતુ જો બંને ખેલાડીઓ ટીમમાં હોય તો દેખીતી રીતે વિકેટકીપીંગ સ્પેશ્યાલીસ્ટ ઈશાન કિશનને જ કીપીંગ ગ્લવ્સ સોંપવામાં આવે. પણ તેની જગ્યાએ લોકેશ રાહુલ વિકેટ પાછળ ઊભો રહ્યો હતો અને ઈશાન કિશન ફિલ્ડિંગમાં. આ નિર્ણયના કારણે ફેન્સ પણ ચોંકયા હતા. તેની ઘણી ચર્ચા કરવામાં આવી હતી અને કોમેન્ટેટર્સ પણ આ મુદ્દાની ચર્ચા કરતાં દેખાયા હતા. કે વિકેટકીપર તરીકે તમારી પહેલી પસંદ કોણ હોવું જોઈએ?

રાહુલે પકડ્યો એક શાનદાર કેચ

જો કે લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ કેપ્ટન પંડ્યાની બોલિંગમાં જ પકડ્યો હતો જેના કારણે તેણે આ નિર્ણયને સાચો સાબિત કરવાની એક તક પણ ઝડપી લીધી હતી.

આ પણ વાંચો:: IND VS AUS: કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી જ મેચમાં મિત્ર કે એલ રાહુલને લઈને લીધો એવો નિર્ણય, ક્રિકેટ ફેન્સ મૂંઝાયા

પ્રથમ ODI માટે બંને ટીમોની ટીમો:

ભારત: ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.
First published:

Tags: Cricket News Gujarati, Hardik pandya latest news, IND vs AUS, India vs australia

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો