IND vs AUS: ટીમ ઇન્ડિયા 36 રનમાં ધ્વસ્ત, 88 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ

ટીમ ઇન્ડિયા 36 રનમાં ઑલ આઉટ.

ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકૉર્ડ બનાવીને ફક્ત 36 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી. આ રેકોર્ડ એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે બન્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ક્રિકેટની સૌથી સુંદર વાત એ છે કે કોઈ નથી કહી શકતું કે બીજા બોલ પર શું થઈ શકે છે. ક્યાકે કોઈ ટીમ જીતતાં જીતતાં હારી પણ જાય અને ક્યારેક કોઈ ટીમ હારેલી બાજી જીતી જાય. આના વિશે અંદાજ ન લગાવી શકાય. ક્રિકેટ (Cricket)ની આવી જ ખૂબી 19મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમ (Team India) પર ભારે પડી છે. જે ભારતીય ટીમ એડિલેડની ટેસ્ટ (India vs Australia Adelaide Test)ના બીજા દિવસ સુધી જીતી તરફ આગળ વધી રહી હતી તે ટીમ ત્રીજા દિવસે સૌથી ખરાબ રેકોર્ડ બનાવીને હાર નજીક પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમની ફક્ત 36 રન પેવેલિયન મોકલી દીધી છે. 88 વર્ષના ભારતીય ટેસ્ટ ઇતિહાસનો ટીમ ઇન્ડિયાનો આ સૌથી ઓછો સ્કોર છે.

    ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 244 રન બનાવ્યા હતા. જે બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 191 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 53 રનની લીડ મળી હતી. આશા હતી કે આ લીડ સાથે ભારતીય ટીમ મોટો ટાર્ગેટ આપશે. જોકે, મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરીને ફક્ત 36 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 36 રન પર રોકી દીધી હતી. મોહમ્મદ શમી એક રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.

    આ પણ વાંચો: બ્લાસ્ટ થયો, જમીન ફાટી અને મહિલા અચાનક તેની અંદર સમાઈ ગઈ, નીકળવા લાગ્યો ધૂમાડો!

    ભારતીય ટીમ 1932થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. 36 રન પર આઉટ થતાની સાથે જ 19મી ડિસેમ્બરની તારીખ ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં એક એવી તારીખ તરીકે નોંધાઈ ચૂકી છે જેના વિશે જાણીને ભાગ્યે જ કોઈના ચહેરા પર ખુશી આવે. ભારતીય ટીમનો આ પહેલાનો સૌથી ઓછો સ્કોર 42 રન હતો. ભારતીય ટીમે 1974માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ક્રિકેટના મક્કા કહેવામાં આવતા લોર્ડ્સ મેદાન પર 42 રનનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.

    ઓવરઑલ રેકોર્ડની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. ન્યૂઝીલેન્ડની ટીમ 1995માં ઇંગ્લેન્ડ સામે ફક્ત 26 રન પર આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર દક્ષિણ આફ્રિકાના નામે છે. દક્ષિણ આફ્રિકાની ટીમ બે વખત 30-30 રન બનાવીને આઉટ થઈ ચૂકી છે.

    આ પણ જુઓ-

    23 વખત 50થી ઓછો સ્કોરમાં ઑલ આઉટ થઈ ચૂકી છે ટીમો

    143 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં એવા 23 મોકા આવ્યા છે જ્યારે કોઈ ટીમ 50 કરતા ઓછો સ્કોર કરીને આઉટ થઈ ગઈ હોય. દક્ષિણ આફ્રિકાની ટીમ સૌથી વધારે 7 વખત 50થી ઓછો સ્કોર બનાવીને આઉટ થઈ છે. ભારતીય ટીમ બીજી વખત 50થી ઓછા રન બનાવીને આઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ચાર ચાર વખત 50થી ઓછી વખત સ્કોર બનાવીને આઉટ થઈ ચૂકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: