ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર બોલિંગ કરી હતી. એટલું જ નહીં ફિલ્ડિંગ પણ તેઓની ખૂબ સારી રહી હતી જેના કારણે ભારત પહેલેથી જ બેકફૂટ પર રહ્યુ હતુ. પહેલી વન ડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30 નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
આ મેચમાં કેટલાક શાનદાર કેચ પણ ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. અને આ કેચ જ મેચને તેઓની તરફેણમાં કરી ગયા હતા. એક સમયે મુશ્કેલ પરિસ્થિતીમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમને સ્થિરતા અપાવે એવી શક્યતા લાગી રહી હતી. પણ સ્ટીવ સ્મિથે ઉડીને શાનદાર કેચ કર્યો હતો. અને આ કેચના કારણે ભારતને મોટો ઝટકો લાગ્યો હતો.
ભારતની બેટિંગ બાદ બોલિંગ પણ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી. આ સાથે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો.
ટીમ ઈન્ડિયાને શરૂઆતના 4 ઝટકા આપીને મિચેલ સ્ટાર્કે બેક ફૂટ પર લાવી દીધી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. સીન એબોટે 3 જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.
અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક કલાકની અંદર વર્લ્ડ ક્લાસ બેટિંગ ઓર્ડરનો ધડો લાડવો કરી દીધો હતો. વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી વનડેમાં ભારતીય ટીમ માત્ર 117 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી મેચમાં પણ તરખાટ મચાવનાર ફાસ્ટર સ્ટાર્કે ભારત સામે બીજી મેચમાં 5 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારત બે ફેરફાર સાથે મેદાનમાં ઉતર્યું છે. નિયમિત કેપ્ટન રોહિત શર્માની વાપસી થઈ હતી જેના કારણે ડાબોડી ઓપનર ઈશાન કિશનને ટીમમાંથી બહાર બેસવું પડ્યું હતું જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને તક મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર