નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)વચ્ચે એડિલેડમાં પિંક બોલથી ઐતિહાસિક ટેસ્ટ શરૂ થવામાં હવે ફક્ત બે દિવસ બચ્યા છે. આવામાં ચારે તરફ ડે-નાઇટ ટેસ્ટ મેચની (Day Night Test match)પ્લેઇંગ ઇલેવનની ચર્ચા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા પણ તેને લઈને ચિંતિત છે. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar)ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ પહેલા પોતાની સલાહ આપી છે. સચિને કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી મજબૂત છે. ખાસ કરીને ડેવિડ વોર્નર (David Warner)અને સ્ટિવ સ્મિથની (Steve Smith)વાપસથી. આ બંને ખેલાડી બોલ સાથે છેડછાડના મામલામાં એક વર્ષના પ્રતિબંધ પછી ટીમમાં પરત ફર્યા છે.
સચિન તેંડુલકરે અન્ય એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનને (Marnus Labuschagne)પણ ભારત માટે માથાનો દુખાવો સાબિત થનાર ખેલાડી ગણાવ્યો છે. સચિને કહ્યું કે ગત વખતે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારત રમ્યું હતું તો ત્રણ મહત્વપૂર્ણ ખેલાડી ન હતા. વોર્નર, સ્મિથ અને લાબુશેન. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ગત વખતની સરખામણીમાં વધારે મજબૂત છે. જ્યારે તમારા કેટલાક સીનિયર ખેલાડી ના રમે તો એક ખાલીપો ઉત્પન થાય છે.
આ પણ વાંચો - યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં જ નહીં, રોમાંસની પિચ ઉપર પણ રહ્યો છે હીટ
તમને જણાવી દઈએ કે 2018-19ના પ્રવાસ દરમિયાન ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથના ટીમના સભ્ય ન હતા તે સમયે ભારતે 2-1થી શ્રેણી જીતી હતી. તે સમયે લાબુશેને પણ ડેબ્યૂ કર્યું ન હતું. સચિને એ પણ કહ્યું કે બુમરાહ અને આર અશ્વિનના નેતૃત્વમાં ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત છે. તે ઓસ્ટ્રેલિયાના પડકારને યોગ્ય જવાબ આપી શકે છે.
સચિને કહ્યું કે દરેક યુગને અલગ રાખવો જોઈએ. મને સરખામણી કરવી પસંદ નથી પણ હું એટલું કહીશ કે ભારત પાસે હવે સંપૂર્ણ બોલિંગ આક્રમણ છે. જેથી એ ફરક પડતો નથી તે તમને કેવી પિચ રમવા મળે છે.
Published by:Ashish Goyal
First published:December 14, 2020, 16:53 pm