Home /News /sport /VIDEO: માંડ-માંડ બચ્યો રોહિત શર્મા! વિરાટ કોહલીએ પણ માંગવી પડી માંફી, જાણો શું છે સમગ્ર મામલો

VIDEO: માંડ-માંડ બચ્યો રોહિત શર્મા! વિરાટ કોહલીએ પણ માંગવી પડી માંફી, જાણો શું છે સમગ્ર મામલો

વિરાટ કોહલીની એક ભૂલ રોહિત શર્માને મોંઘી પડી શક્તી હતી.

India vs Australia: આ ઘટના 48મી ઓવરમાં બની હતી જ્યારે ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર નાથન લિયોન બોલિંગ કરવા આવ્યો હતો. કોહલીએ નાથન લિયોનના બોલને મિડ-વિકેટ તરફ ફટકાર્યો અને સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો હતો.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ (IND VS AUS) નાગપુરમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા દિવસે જ 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્માએ રમતના બીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. તેણે કુલ 120 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યાં જ વિરાટ કોહલી માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ બંને બેટ્સમેન મેદાન પર બેટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રોહિત શર્મા રનઆઉટ થતા માંડ-માંડ બચ્યો હતો.

આ ઘટના 48મી ઓવરમાં બની હતી જ્યારે ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર નાથન લિયોન બોલિંગ કરવા આવ્યો હતો. કોહલીએ નાથન લિયોનના બોલને મિડ-વિકેટ તરફ ફટકાર્યો અને સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ફિલ્ડરે બોલને ઝડપથી પકડી લીધો હતો અને રોહિત શર્માને હીટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોહિત શર્મા ડાઇવ મારીને ક્રિઝ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ રોહિત શર્માના ખોટા કોલ માટે માફી પણ માંગી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



એક ભૂલ અને સદી ચૂકી જતો

વિરાટ કોહલીની એક ભૂલ રોહિત શર્માને મોંઘી પડી શક્તી હતી. રોહિત 48મી ઓવરમાં સદીની નજીક હતો. જો તે આઉટ થયો હોત તો સદી ન ફટકારી શક્યો હોત. 63મી ઓવરમાં તેણે મર્ફીની ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 9 સદી છે.

આ પણ વાંચો: દેવાયત ખવડનો પેંતરો નિષ્ફળ, વચગાળાની જામીન અરજી સેશન કોર્ટે રદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી દીધી છે. આ સાથે રોહિત એકમાત્ર એવો ભારતીય કેપ્ટન છે જેણે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય. કેપ્ટન તરીકે આ ખેલાડીએ અગાઉ વન ડે ક્રિકેટ અને ટી-20માં સદી ફટકારી હતી અને હવે ટેસ્ટમાં પણ કેપ્ટન તરીકે તેણે સદી ફટકારીને અનોખો રેકોર્ડ સર્જી દીધો છે.
First published:

Tags: Cricket News Gujarati, IND vs AUS, India vs australia, ક્રિકેટ ન્યૂઝ