Home /News /sport /Video: કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેદાન પર વિરાટ કોહલીની વાતને ગણકારી નહીં? ફેન્સ નારાજ

Video: કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેદાન પર વિરાટ કોહલીની વાતને ગણકારી નહીં? ફેન્સ નારાજ

હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી

Hardik Pandya and Virat Kohli: હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી બહુ સારા ફ્રેન્ડ માનવામાં આવે છે પરંતુ મેદાન પર જે થયું તે જોઈને કોહલીના ફેન્સ ભડકી રહ્યા છે. હાર્દિકે મેદાન પર પૂર્વ કેપ્ટન કોહલીની વાતનો છેદ ઉડાડી દીધો હોવાની ફેન્સ ચર્ચા કરી રહ્યા છે.

વધુ જુઓ ...
કેપ્ટન બનતા જ હાર્દિકે મેદાન પર એવું તો શું કરી નાખ્યું કે તેને ઘમંડી કહેવામાં આવી રહ્યો છે? હાર્દિક પંડ્યાની વનડે ટીમમાં કેપ્ટનશિપ સાથે પણ કમાલની શરુઆત થઈ છે. કેએલ રાહુલ, વિરાટ સહિતના સિનિયર ખેલાડી વચ્ચે હાર્દિકના માટે ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ મેચની સીરિઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઈ ગઈ છે. પરંતુ અહીં કોહલી અને હાર્દિકના ફેન્સ મેદાન પર બનેલી એક ઘટના પર ચર્ચા કરી રહ્યા છે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચ 5 વિકેટથી જીતી લીધી છે. શરુઆત નબળી રહ્યા બાદ કેએલ રાહુલ અને જાડેજાએ પક્કડ મજબૂત બનાવી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મેચમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને જાડેજાએ કમાલ કરી બતાવી છે. આ મેચ દરમિયાન મેદાન પર જે થયું તે જોઈને કોહલીના ફેન્સ ઘણાં નારાજ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તે ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝની પહેલી વનડે મેચ શુક્રવારે 17 માર્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયા આખી ટીમ 188માં તંબૂ ભેગી થઈ ગઈ હતી. આ પછી લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની શરુઆત નબળી થઈ હતી, 83 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જોકે, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ સ્થિતિને સંભાળી અને ટીમને જીત અપાવી હતી.


હાર્દિક અને વિરાટની મેદાન પર અનબન?


વિરાટ કોહલી 20મી ઓવર પછી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે ઉભા હતા અને કોઈ બાબતે વાત કરી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટને હાર્દિક કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે ચાલુ વાતે જ ચાલવા લાગ્યો હતો. અહીં કોહલી સાથે દુર્વ્યવહાર થયો હોવાની ચર્ચા થઈ રહી છે અને એવું પ્રતિત થઈ રહ્યું છે કે જાવ તમારે જે કરવું હોય તે કરો.. વાતને વચ્ચે જ છોડીને હાર્દિક ચાલતી પકડે છે અને વિરાટ સામે પાછળ વળીને જોયું પણ નહીં.


હાર્દિક પંડ્યાએ આ મેચમાં 5 ઓવર નાખીને માત્ર 19 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે 31 બોલમાં 25 રનની મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
First published:

Tags: Gujarati news, Hardik pandya latest news, IND vs AUS

विज्ञापन