નવી દિલ્હીઃ મેજબાન ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહલી ટેસ્ટ (India Vs Australia)માં 8 વિકેટથી મળી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India)ને હવે વધુ એક આંચકો લાગ્યો છે. એક રિપોર્ટ મુજબ, ટીમના સ્ટાર અને અનુભવી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) બચેલી ત્રણેય ટેસ્ટ મેચોથી બહાર થઈ ગયો છે. મૂળે, શનિવારે બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે શમીના જમણા હાથ પર પેટ કમિન્સનો બાઉન્સર વાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
એએનઆઇના અહેવાલ મુજબ શમી બેટ પણ પકડી નથી શકતો. શમી ઘાયલ થવાના કારણે ભારતીય ઇનિંગ 21.2 ઓવરમાં માત્ર 36 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. શમીને ત્યારબાદ સ્કેન માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 8 વિકેટથી મેચ ગુમાવ્યા બાદ કહ્યું કે શમીને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે અને તેને સ્કેન માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. શમી ઘાયલ થયા બાદ ટીમના મેડિકલ સ્ટાફ તેની મદદ માટે મેદાન પર પહોંચ્યો, પરંતુ થોડાક પ્રયાસ બાદ તેઓએ ડ્રેસિંગ રૂમ તરફ પરત ફરવાનું યોગ્ય સમજ્યું. જેના કારણે ભારતીય ઇનિંગ 21.2 ઓવરમાં જ સમેટાઈ ગઈ. ટીમના ફિજિયોથેરપિસ્ટે દુખાવો ઓછો કરવા માટે સ્પ્રેનો ઉપયોગ કર્યો પરંતુ તે સહન ન થઈ શક્યો અને બેટિંગ ન કરવાનો નિર્ણય લીધો. ચાર મેચોની સીરીઝમાં ભારતીય ટીમ હવે 0-1થી પાછળ થઈ ગઈ છે. બંને ટીમોની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર (બોક્સિંગ ડે)થી મેલબર્નમાં રમાશે.
જો મોહમ્મદ શમી ટેસ્ટ સીરીઝથી બહાર થયો તો ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો હશે. છેલ્લા બે વર્ષમાં શમી ભારતનો સૌથી સફળ ટેસ્ટ બોલર રહ્યો છે. જો શમી આગામી ત્રણ ટેસ્ટ નહીં રમી શકે તો તેના સ્થાને ટીમ ઈન્ડિયા મોહમ્મદ સિરાજ કે નવદીપ સૈનીમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને તક આપી શકે છે. શમીના બહાર થવા પર હવે ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ પર નિર્ભર રહેશે. બીજી તરફ હવે મોહમ્મદ સિરાજ કે નવદીપ સૈનીમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને તક મળી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર