Home /News /sport /IND vs AUS: ટેસ્ટ પછી વન-ડેનો વારો, રોહિતની સામે મોટો પડકાર, ટીમનું કોમ્બિનેશન 3 પ્રશ્નોમાં ગૂંચવાયું

IND vs AUS: ટેસ્ટ પછી વન-ડેનો વારો, રોહિતની સામે મોટો પડકાર, ટીમનું કોમ્બિનેશન 3 પ્રશ્નોમાં ગૂંચવાયું

IND vs AUS: રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં વિનિંગ કોમ્બિનેશન પસંદ કરવાનો મોટો પડકાર હશે. (Team india instagram)

IND vs AUS ODI Series: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે ભારતે જે મહત્ત્વનો નિર્ણય લેવાનો છે તેમાંનો એક બેટિંગ અને પર્યાપ્ત બોલિંગ વિકલ્પો વચ્ચે સંતુલન સાધવાનો છે. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે ન્યૂઝીલેન્ડ સિરીઝમાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાને 4 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાની નડર હવે વન-ડે માં પણ આ પ્રદર્શનને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. બંને દેશો વચ્ચે 17 માર્ચ (શુક્રવાર)થી 3 વન-ડે મેચોની સિરીઝ રમાશે. આ વર્ષે જુલાઇમાં ભારતની છેલ્લી વન-ડે સિરીઝ છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. આવામાં કેપ્ટન રોહિત શર્મા અને કોટ રાહુલ દ્રવિડની પાસે દરેક સિરીઝમાં પોતાની ટીમનાં કોમ્બિનેશનને તપાસીને ફાઇનલ કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન-ડે સિરીઝ પણ તેનાથી અલગ છે.

ભારતે 2023ની શરૂઆતમાં ઘરઆંગણે વન-ડે સિરીઝમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ઘણા નિયમિત ખેલાડીઓ જેમ કે રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ આ શ્રેણીનો ભાગ ન હતા. તે ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે પરત ફર્યા છે. ત્યાં જ શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત જેવા ખેલાડીઓ ઈજાના કારણે બહાર છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની ઈજા અને પુનરાગમન બંનેએ ભારતીય કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલીઓ વધારી દીધી છે. સમસ્યા વન-ડે સિરીઝમાં આવા ટીમ સંયોજનને પસંદ કરવાની છે જે કાંગારુઓને પછાડી શકે.

આ પણ વાંચો: 1 ફંડમાં સામેલ 250 કંપનીઓને ફાયદો, 24 ટકા સુધીનું રિટર્ન આપ્યું, 3 વર્ષમાં જ રૂપિયા ડબલ

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા કયા સંયોજન સાથે ગઈ હતી? તેની ગુત્થી વ્યાપક રીતે 3 પ્રશ્નોમાં ઉલઝી છે.

શું શ્રેયસની ગેરહાજરીને કારણે સૂર્યકુમારની પરત ફરવાની પુષ્ટિ થઈ છે?
ભારતીય વન-ડે ટીમમાં નંબર 4 પર શ્રેયસ અય્યરનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. આ નંબર પર રમતા શ્રેયસે 20 ઇનિંગ્સમાં 47ની એવરેજથી 805 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. પરંતુ ઈજાના કારણે તે વારંવાર ટીમની અંદર અને બહાર થતો હતો. ઈજાના કારણે તે ન્યુઝીલેન્ડ સામે રમ્યો ન હતો અને હવે તે જ પીઠના નીચેના ભાગે ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં પણ શ્રેયસની જગ્યાએ માત્ર સૂર્યકુમારને નંબર-4 પર રમવાની તક મળી હતી. પરંતુ તે બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે વનડેમાં ટી20 ફોર્મ જાળવી શક્યો નથી.

સૂર્યકુમારનું વન-ડેમાં નિરાશાજનક પ્રદર્શન

સૂર્યકુમારે વન-ડેની 18 ઇનિંગ્સમાં 29ની એવરેજથી રન બનાવ્યા છે અને માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો છે. જોકે તે એક્સ ફેક્ટર ખેલાડી છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ મેનેજમેન્ટ વન-ડેમાં પણ તેની ક્ષમતાને ચકાસવા માટે તૈયાર છે તો તેને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં તક મળી શકે છે. જોકે સૂર્યકુમારને મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ અને ઈશાન કિશન પડકાર આપી શકે છે.



શું પંતની ગેરહાજરીમાં રાહુલ પ્રથમ પસંદગીનો વિકેટકીપર હશે?

ઋષભ પંત ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. આવી સ્થિતિમાં ટી-20માં તેની જગ્યાએ માત્ર ઈશાન કિશન જ રમી રહ્યો છે. પરંતુ શું વન-ડેમાં પંતની ગેરહાજરીમાં કેએલ રાહુલ પ્રથમ પસંદગીનો વિકેટકીપર હશે? આ જોવાનું હહેશે. કેએલ રાહુલે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. વન-ડે ટીમમાં તેનું સ્થાન માત્ર મિડલ ઓર્ડરમાં જ બને છે. બેટિંગની સાથે તે વિકેટકીપિંગ પણ કરે છે. આ તેનો પ્લસ પોઈન્ટ છે.

આ પણ વાંચો: સુરતમાં 56 વર્ષિય વિધવા સાથે ઠગાઇ, લગ્ન કરી વિદેશ લઇ જવાના નામે રોકડ અને દાગીના પડાવી લીધા

ભારતનું આદર્શ ઓલરાઉન્ડર કોમ્બિનેશન?

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે ભારતે જે મહત્ત્વનો નિર્ણય લેવાનો છે તેમાંનો એક બેટિંગ અને પર્યાપ્ત બોલિંગ વિકલ્પો વચ્ચે સંતુલન સાધવાનો છે. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે ન્યૂઝીલેન્ડ સિરીઝમાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. હવે જાડેજા ટીમમાં પાછો ફર્યો છે.

ભારત 3 ઓલરાઉન્ડર સાથે પણ રમી શકે છે

જાડેજાની વાપસી સાથે ભારત તેની બેટિંગની ઊંડાઈને વધુ મજબૂત કરી શકે છે. ખાસ કરીને જો ટીમ ઈન્ડિયા ત્રણેય રમે છે - હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા (અક્ષર પટેલ પણ એક વિકલ્પ છે). આનો અર્થ એ થશે કે બોલિંગમાં 3 ખાલી જગ્યાઓ ભરવાની રહેશે. કાં તો ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર સાથે જાય છે અથવા ઉમરાન મલિકની ઝડપ અને જયદેવ ઉનડકટની વિવિધતા માટે શાર્દુલ ઠાકુરની 9મા નંબરની બેટિંગને અવગણી શકે છે.
First published:

Tags: IND vs AUS, India vs australia, Shreyas iyer, Suryakumar yadav