Home /News /sport /ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષામાં મોટી ચૂક, છેક ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા બે શખ્સ, ગુજરાતી ક્રિકેટર સાથે જુઓ શું કર્યું
ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષામાં મોટી ચૂક, છેક ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા બે શખ્સ, ગુજરાતી ક્રિકેટર સાથે જુઓ શું કર્યું
cheteshwar pujara dressing room
TEAM INDIA SECURITY BREACH: મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ ડ્રેસિંગ રૂમમાં હાજર હતી ત્યારે એક શખ્સ ડ્રેસિંગ રૂમમાં દાખલ થયો હતો. તેણે બેટર ચેતેશ્વર પુજારા સાથે સેલ્ફી લીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 માર્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ બાદ સનસનાટી મચી ગઈ હતી. આ મુકાબલો ઈન્દોરમાં રમાયો હતો. જ્યાં ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ ગઈ હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ ડ્રેસિંગ રૂમમાં હાજર હતી ત્યારે એક શખ્સ ડ્રેસિંગ રૂમમાં દાખલ થયો હતો. તેણે બેટર ચેતેશ્વર પુજારા સાથે સેલ્ફી લીધી હતી. આ રીતે બે લોકોને આવેલા જોઈને ભારતીય ટીમ અસહજ થઈ ગઈ હતી. તેમણે પોલીસને બોલાવીને બંનેને સોંપી દીધા હતા.
ચેતેશ્વર પૂજારા સાથે ખેંચાવી સેલ્ફી
બંને યુવકોને પોલીસેકસ્ટડીમાં લીધા બાદ તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ડ્રેસિંગ રૂમમાં પહોંચી અને સઘન તપસ હાથ ધરી હતી.
ત્યાર પછી પોલીસે જાવેદ અને કયુમને શોધીને કલાકો સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બંને યુવકોએ જણાવ્યું કે તેઓ મેવાતી વિસ્તારના રહેવાસી છે.
પ્રોટોકોલ અનુસાર પોલીસે તેમના મોબાઈલનો ટેક્નિકલ ટેસ્ટ પણ કર્યો હતો. જે બાદ બંને આરોપીઓને એસીપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેઑને બંનેને જામીન પર મુક્ત કરી દીધા હતા.
મહત્વની વાત છે કે આ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ બંને ઇનિંગ્સમાં 109 અને 163 રનના સ્કોર સુધી સિમિત રહી હતી . જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે સવારે ઓસ્ટ્રેલિયાએ 76 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હતી. જોકે, આ મેચ માટે ઉપયોગમાં લેવાતી હોલ્કર સ્ટેડિયમની પીચને ICC દ્વારા 'નબળી' ગણાવવામાં આવી છે.
તુકોગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલેશ શર્માએ જણાવ્યું કે બે યુવકો ડ્રેસિંગ રૂમમાં અનધિકૃત રીતે પ્રવેશ્યા હતા. જો કે સમગ્ર વિસ્તાર સીસીટીવીની દેખરેખ હેઠળ હતો. પોલીસને થાપ ખવડાવીને તે ત્યાં પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ બંને યુવકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર