Home /News /sport /IND VS AUS: અમદાવાદમાં બેવડી ચૂક્યો કોહલી, માત્ર ચોગ્ગા છગ્ગા જ મારવાની જીદ પર આવી ગયો
IND VS AUS: અમદાવાદમાં બેવડી ચૂક્યો કોહલી, માત્ર ચોગ્ગા છગ્ગા જ મારવાની જીદ પર આવી ગયો
virat kohli in ind vs aus
IND VS AUS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. કોહલી 186 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં આ 28મી સદી છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 75મી સદી છે.
કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી 4 મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં આ શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
એક પછી એક ફટાફટ વિકેટો ગુમાવી
ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યાર પછી રવિચંદ્રન અશ્વિન સિક્સ મારવાના પ્રયાસમાં કેચ આપી બેઠો હતો. ત્યાર પછી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ રન આઉટ થયો હતો. આખરે જ્યારે મહોમ્મદ શમી બેટિંગમાં આવ્યો ત્યારે કોહલી પાસે ફટકાબાજી કરવા સિવાય ઓપ્શન બચ્યો નહોતો. કોહલી 200 રન બનાવવાની નજીક હતો પરંતુ આખરે 186 રનના ટોટલ પર તે પણ કેચ આપી બેઠો હતો.
ચોગ્ગા છગ્ગા ફટકારવાના પ્રયાસ
આખરે કોહલીએ ચોગ્ગા છગ્ગા જ ફટકારવાનું મન બનાવી લીધું હોય એવું લાગી રહ્યું હતું કારણ કે સામે છેડે મહોમ્મદ શમી હતો અને શ્રેયસ ઐયર ઈંજર્ડ હોવાથી મેદાનમાં આવી શકે એમ નહોતો. આ કારણે તેણે બેવડી ફટકારવા માટે હીટિંગનો ઓપ્શન અપનાવી લીધો હતો.
આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી સદી 22 નવેમ્બર 2019ના રોજ ફટકારી હતી. અમદાવાદમાં કિંગ કોહલીએ 241 બોલમાં 5 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. આ લગભગ 3 વર્ષ બાદ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી છે. અગાઉ કોહલીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે 139 રનની ઈનિંગ રમી હતી.
" isDesktop="true" id="1353289" >
લોકેટને કિસ કરીને કરી ઉજવણી
વિરાટ કોહલીએ વેડિંગ રિંગને કિસ કરીને તેની શાનદાર સદીની ઉજવણી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે કોહલી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે આ તેની આઠમી ટેસ્ટ સદી છે. આ યાદીમાં સચિન 11 સદી સાથે પ્રથમ જ્યારે અનુભવી સુનીલ ગાવસ્કર 8 સદી સાથે બીજા સ્થાને છે.
વિરાટ કોહલીએ ઘરની ધરતી પર 4000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. કોહલી દેશમાં ટેસ્ટમાં 4000 કે તેથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર